Gujarat Plus
Breaking News
અન્ય

ફ્રાંસથી ભારત ફરવા આવી યુવતીને 10 ફેલ રિક્ષા ચાલક સાથે થઈ ગયો પ્રેમ

ભારત ફરવા આવેલી ફ્રાન્સની એક યુવતી અને ભારતીય રિક્ષા-ડ્રાઈવર ની અનોખી લવ સ્ટોરી સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. ફ્રાન્સની એક યુવતી સારા ભારત ફરવા હતી. તે દરમિયાન તેને એક સ્થાનિક ઓટો-ડ્રાઈવર સાથે પ્રેમ થઇ ગયો.

ફ્રાન્સથી ભારતની મુલાકાતે આવેલી આ યુવતીની આ પ્રેમ કહાની જણાવે છે કે પ્રેમમાં ના દેખાવ મેટર કરે છે, ના ડિગ્રી.. મેટર કરે છે તો બસ “સાચું દિલ”

સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો કપલના ફોટા સાથે લખ્યું છે કે આ યુવાન જયપુરમાં એક સામાન્ય ઓટો-રિક્ષાચાલક હતો. જ્યારે ફ્રેન્ચ મુસાફર સારા તેના ઓટોમાં બેઠી ત્યારે તેનું જીવન બદલાઈ ગયું.

જ્યારે સારા યુરોપ પાછી ફરી ત્યારે આ અંતર પીડાદાયક લાગ્યું, પરંતુ દરરોજની વાતચીતે તેમના સંબંધોને મજબૂત બનાવ્યા. તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું, પરંતુ રસ્તો કઠિન હતો. સારાના પરિવારે આ સંબંધનો સખત વિરોધ કર્યો, કેમ કે યુવક એક સામાન્ય ઓટો-ડ્રાઈવર હતો. જેના લીધે તેના ફ્રેન્ચ વિઝા ઘણી વખત રિજેક્ટ કરવામાં આવ્યા હતા. આ સમયગાળો તેમના માટે સૌથી મોટી કસોટી હતો, પરંતુ ધીરજ અને તેના પ્રેમના વિશ્વાસે એકબીજાનો સાથ ન છોડ્યો.

સંબંધિત પોસ્ટ્સ

‘કપ્તાન’નું દમદાર ટ્રેલર રિલીઝ: સાકિબ સલીમ અને સિદ્ધાર્થ નિગમ વચ્ચે જામશે જંગ, જાણો ક્યારે અને ક્યાં જોશો

praxpatel

અમદાવાદના વાસણામાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા , હર્ષ સંઘવી કોને કાયદો બતાવશે PI ને કે દારૂડીયાને ?

ANIL PATEL

ગુજરાત પર ફરી એકવાર માવઠાના એંધાણ! અંબાલાલ પટેલની વધુ એક ચોંકાવનારી આગાહી

ANIL PATEL