Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

મંદિર-મસ્જિદની માઈક સિસ્ટમનો અવાજ પરિસર બહાર ના જવો જોઈએ: અમદાવાદ પોલીસ કમિશનરના નવા નિયમો

મંદિર-મસ્જિદની માઈક સિસ્ટમનો અવાજ પરિસર બહાર ના જવો જોઈએ: અમદાવાદ પોલીસના નવા નિયમો

અમદાવાદ શહેરમાં વધતા જતા ધ્વનિ પ્રદૂષણને અટકાવવા માટે પોલીસ કમિશનર જી.એસ. મલિકે એક મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે. હવેથી મંદિર હોય કે મસ્જિદ, અવાજ માત્ર પરિસર સુધી જ મર્યાદિત રાખવો પડશે. આ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.

ધાર્મિક સ્થળો માટે શું છે નવા નિયમો?

અમદાવાદ પોલીસના નવા જાહેરનામા મુજબ, શહેરના તમામ ધાર્મિક સ્થળો જેમ કે મંદિર, મસ્જિદ અને ચર્ચમાં માઈક સિસ્ટમનો અવાજ નિયંત્રિત રાખવો પડશે.

અવાજ એટલો જ હોવો જોઈએ જે માત્ર ધાર્મિક સંકુલ કે પરિસરની અંદર જ સંભળાય.

જો લાઉડસ્પીકરનો અવાજ રાહદારીઓ કે સ્થાનિક રહીશો માટે મુશ્કેલી ઊભી કરશે, તો પોલીસ તેના પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી શકે છે.

રાત્રે 10 થી સવારે 6 સુધી સંપૂર્ણ પ્રતિબંધ

શહેરીજનોની શાંતિ અને ઊંઘમાં ખલેલ ન પહોંચે તે માટે પોલીસે સમય મર્યાદા નક્કી કરી છે:

રાત્રે 10:00 થી સવારે 06:00 સુધી: કોઈપણ પ્રકારની માઈક સિસ્ટમ કે ડીજે વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

સવારે 6:00 થી રાત્રે 10:00 સુધી: પોલીસની પૂર્વ મંજૂરી લીધા બાદ જ નિર્ધારિત ડેસિબલ (અવાજની તીવ્રતા) મુજબ માઈક વગાડી શકાશે.

‘સાયલન્સ ઝોન’ માં નો-એન્ટ્રી

જાહેરનામામાં કેટલાક વિસ્તારોને ‘સાયલન્સ ઝોન’ જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં અવાજ કરવા પર સખત મનાઈ છે:

હોસ્પિટલો, શાળાઓ અને કોર્ટની 100 મીટરની આસપાસ કોઈ માઈક વગાડી શકાશે નહીં.

રહેણાંક વિસ્તારો અને પાર્ટી પ્લોટમાં પણ મંજૂરી વગર લાઉડસ્પીકર વગાડવા બદલ દંડ થઈ શકે છે.

નિયમ તોડશો તો સાધનો થશે જપ્ત

જો કોઈ વ્યક્તિ કે સંસ્થા આ જાહેરનામાનો ભંગ કરશે, તો અમદાવાદ પોલીસ માત્ર દંડ જ નહીં વસૂલે, પરંતુ: વરઘોડા કે રેલીમાં વપરાતા DJ અને માઈક સિસ્ટમ જપ્ત કરવામાં આવશે. નિયમભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધવામાં આવશે.

સંબંધિત પોસ્ટ્સ

ઈરાનને મોટો આંચકો: હોર્મુઝની નાકાબંધી કરનાર કમાન્ડર અલીરેઝા તંગસીરીનું મોત

praxpatel

RCBનો અતૂટ રેકોર્ડ: મુંબઈ કે ચેન્નાઈ નહીં, બેંગલુરુએ IPL ઈતિહાસમાં કરી બતાવ્યું આ પરાક્રમ!

praxpatel

‘ધુરંધર 2’ ના વિવાદ વચ્ચે 46 વર્ષ જૂનો વીડિયો વાઇરલ, જાણો કઇ ફિલ્મ સાથે છે કનેક્શન

praxpatel