Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાષ્ટ્રીય

NEET UG 2026: NTA અધ્યક્ષે સંસદીય કમિટી સામે પેપર લીક હોવાનો કર્યો ઇનકાર, જાણો શું આપી દલીલ

NEET UG 2026 Paper Leak: નીટ પેપર લીક મામલે સંસદીય કમિટી સામે NTA અધ્યક્ષ હાજર થયા. તેમણે પેપર લીક માનવાનો ઇનકાર કરી CBI તપાસનો હવાલો આપ્યો છે. જાણો પૂરો અહેવાલ.

NEET UG 2026; શિક્ષણ, મહિલા, બાળ અને યુથ એન્ડ સ્પોર્ટ્સ સંસદીય કમિટી સમક્ષ આજે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ના અધ્યક્ષ અને ડાયરેક્ટર જનરલ (DG) હાજર થયા હતા. આ બેઠકમાં નીટ (NEET-UG 2026) પરીક્ષાના પેપર લીક મામલે કમિટી દ્વારા આકરા સવાલ-જવાબ કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, NTA અધ્યક્ષે સંસદીય સમિતિ સમક્ષ નીટ પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.

NTA અધ્યક્ષે શું આપી દલીલ? NEET UG

બેઠકમાં વિપક્ષી સભ્યોએ પેપર લીક અંગે વારંવાર તીખા સવાલો પૂછ્યા હતા. તેના જવાબમાં NTA તરફથી કહેવામાં આવ્યું કે આ સમગ્ર મામલાની તપાસ અત્યારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) કરી રહી છે. જ્યાં સુધી CBI પોતાની તપાસ પૂરી કરીને સત્તાવાર રીતે આને પેપર લીક જાહેર નહીં કરે, ત્યાં સુધી NTA આ પરીક્ષાને લીક થયેલી માનશે નહીં.

બેઠકમાં શું થયું?

  • દિગ્વિજય સિંહે કર્યા સવાલ: સંસદીય કમિટીના અધ્યક્ષ દિગ્વિજય સિંહે NTA ને અગાઉના પેપર લીક અને ગેરરીતિઓ અંગે પણ ઘણા સવાલો કર્યા હતા.

  • રાજકીય પક્ષોનો વલણ: બેઠક દરમિયાન વિપક્ષી સાંસદો NTA ને ઘેરતા જોવા મળ્યા હતા. બીજી તરફ સત્તાધારી પક્ષના સાંસદો NTA ની દલીલોનું સમર્થન કરતા નજરે પડ્યા હતા.

અત્યારે આ મામલે સીબીઆઈ તપાસ ચાલુ છે અને આગામી સમયમાં વધુ અપડેટ્સ સામે આવી શકે છે.

સંબંધિત પોસ્ટ્સ

ચીને સમંદરમાં કેમ દાગી બેલિસ્ટિક મિસાઈલ? અમેરિકાને આપ્યો મોટો સંદેશ

praxpatel

સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: સોનું રૂ. 1,900 તૂટ્યું અને ચાંદી રૂ. 7,800 સસ્તી, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ

praxpatel

અમદાવાદ: ગ્રાહક બનીને સોનાના દાગીના ચોરતી મહિલા ઝડપાઈ, 4 ચોરીના ભેદ ઉકેલાયા

praxpatel