Gujarat Plus
Breaking News
ક્રાઇમ

કેરળના મંત્રી ગણેશ કુમાર વિવાદમાં: પત્નીએ લગાવ્યો એક્સ્ટ્રા મેરિટલ અફેર અને મારામારીનો ગંભીર આરોપ

કેરળના મંત્રી ગણેશ કુમાર વિવાદમાં: પત્નીએ લગાવ્યો એક્સ્ટ્રા મેરિટલ અફેર અને મારામારીનો ગંભીર આરોપ

કેરળના રાજકારણમાં અત્યારે ખળભળાટ મચી ગયો છે. રાજ્યના મંત્રી અને જાણીતા અભિનેતા કે.બી. ગણેશ કુમાર પર તેમની પત્ની બિન્દુએ ગંભીર આરોપો લગાવ્યા છે. આ વિવાદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા સામે આવ્યો છે, જેમાં મંત્રીના અંગત જીવન અને પત્ની સાથેની બદસલૂકીનો ઉલ્લેખ કરાયો છે.

પત્નીનો દાવો: “મેં તેમને વાંધાજનક હાલતમાં જોયા”,. મંત્રીની પત્ની બિન્દુ ગણેશ કુમારના જણાવ્યા મુજબ, તેમને લાંબા સમયથી પતિ પર શંકા હતી. તેમણે દાવો કર્યો છે કે, તેમણે પતિને એક વાંધાજનક સ્થિતિમાં જોઈ લીધા હતા. પુરાવા તરીકે તેમણે પોતાના મોબાઈલ ફોનમાં વીડિયો પણ રેકોર્ડ કર્યો છે. આ પુરાવા તેમની વાત સાબિત કરવા માટે પૂરતા છે.

મારપીટ અને ફોન છીનવવાની કોશિશ

આરોપ મુજબ, જ્યારે બિન્દુ પુરાવા રેકોર્ડ કરી રહ્યા હતા, ત્યારે મંત્રીના ડ્રાઈવરે તેમની સાથે હાથાપાઈ કરી હતી. ડ્રાઈવરે તેમનો ફોન છીનવવાનો પ્રયાસ કર્યો હતો જેથી વીડિયો બહાર ન આવે. આ ઘટના બાદ બિન્દુએ પોલીસની ઇમરજન્સી સેવા 112 પર કોલ કરીને મદદ પણ માંગી હતી.

KSU નેતાએ સોશિયલ મીડિયા પર વિગતો શેર કરી

કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ (KSU) ના ઉપાધ્યક્ષ યદુ કૃષ્ણને ફેસબુક પર આ આખી ઘટનાની વિગતો શેર કરી છે. તેમણે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા છે. યદુના મતે, પોલીસમાં ફરિયાદ કરવા છતાં હજુ સુધી મંત્રી વિરુદ્ધ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

મંત્રી ગણેશ કુમારનો પક્ષ

આ તમામ આરોપો પર પ્રતિક્રિયા આપતા મંત્રી કે.બી. ગણેશ કુમારે તેને ચૂંટણીલક્ષી કાવતરું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે ચૂંટણી નજીક આવે છે, ત્યારે જ આવા પાયાવિહોણા આરોપો લાગે છે. વિરોધીઓ મારા કામ પર આંગળી ચીંધી શકતા નથી, તેથી અંગત જીવનને નિશાન બનાવે છે. તેમણે આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે.

સંબંધિત પોસ્ટ્સ

અમદાવાદના ફતેવાડીમાં જાહેર રોડ પર ચાકુબાજીનો વીડિયો વાઈરલ, પોલીસ દોડતી થઈ

ANIL PATEL

પત્ની પર ખરાબ નજર રાખતા નાના ભાઈએ મોટા ભાઈની કરી હત્યા, હાથ પરના ‘દીપક’ ટેટૂથી થયો ખુલાસો

praxpatel

જામનગરના મકરાણી સમાજના પ્રમુખ ઉપર મકાન ખાલી કરવાના પ્રશ્ને 4 શખ્સોનો હુમલો

ANIL PATEL