Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાષ્ટ્રીય

કાશ્મીરમાં કુદરતનો પ્રકોપ: બાંદીપોરા માં વાદળ ફાટતા પૂર, લોકો ઘર છોડી ભાગ્યા

કાશ્મીરમાં કુદરતનો પ્રકોપ: બાંદીપોરામાં વાદળ ફાટતા પૂર, લોકો ઘર છોડી ભાગ્યા

બાંદીપોરા જિલ્લામાં મોટી કુદરતી આફત ; ઉત્તર કાશ્મીર ના બાંદીપોરા જિલ્લામાં મોટી કુદરતી આફત આવી છે. અહીં ગુરેજ ક્ષેત્રની તુલૈલ ઘાટીમાં વાદળ ફાટ્યું છે. વાદળ ફાટવાને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે તબાહી મચી ગઈ છે. ઘાટીના તારતેઈ કિલો ગામમાં અચાનક પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

 બાંદીપોરા ગામમાં પાણી અને મલબાનો સૈલાબ

વાદળ ફાટ્યા પછી પહાડો પરથી કાદવ અને મલબો ઝડપથી નીચે આવ્યો હતો. પાણીનું સ્તર સતત વધવાને કારણે આ સૈલાબે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પૂરના પાણી ગામના ઘરોમાં ઘૂસી ગયા હતા. આ અકસ્માતમાં ડઝનબંધ રહેણાંક મકાનોને મોટું નુકસાન થયું છે.

પાક અને ખેતીલાયક જમીન ધોવાઈ

બાંદીપોરા જિલ્લામાં મોટી કુદરતી આફત ; ; આ આપત્તિના કારણે માત્ર મકાનો જ નહીં, પરંતુ ખેતીને પણ મોટો ફટકો પડ્યો છે. વિસ્તારની સેંકડો એકર કૃષિ ભૂમિ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગઈ છે. જેના કારણે પાકને ભારે નુકસાન થવાની આશંકા છે. જોકે, રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

સ્થાનિક લોકોમાં ડરનો માહોલ

બાંદીપોરા જિલ્લામાં મોટી કુદરતી આફત ; અચાનક આવેલી આ આફતથી ગામમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. પોતાનો અને પરિવારનો જીવ બચાવવા માટે લોકો ઘર છોડીને ભાગવા લાગ્યા હતા. સ્થાનિક રહેવાસીઓ બાળકો અને પશુઓ સાથે સુરક્ષિત અને ઊંચા વિસ્તારો તરફ જતા રહ્યા છે.

< /p>

સંબંધિત પોસ્ટ્સ

અમરેલી: ભાજપ શાસનમાં ભાજપના જ MLA અને પૂર્વ નેતાઓનો પોલીસ સામે મોરચો, જામીન પર છૂટેલા ધારાસભ્ય પણ જોડાયા!

praxpatel

યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રીએ કહ્યું- મુંબઈ પરત આવવું છે

Maheriya Nirali

સાવધાન: હજારો કિલોમીટર દૂર લડાતું યુદ્ધ તમારા ઘરનું બજેટ બગાડશે, જાણો કઈ ચીજોના ભાવમાં આવશે તોતિંગ ઉછાળો

Maheriya Nirali