Gujarat Plus
Breaking News
સ્પોર્ટ્સ

IPL 2026 Final પહેલાં BCCI નો નવો આદેશ: હવે મેચ દરમિયાન ખેલાડીઓ આ વસ્તુ નહીં વાપરી શકે, જાણો કારણ

IPL 2026 Final પહેલાં BCCI નો નવો આદેશ: હવે મેચ દરમિયાન ખેલાડીઓ આ વસ્તુ નહીં વાપરી શકે, જાણો કારણ

આઈપીએલ ૨૦૨૬ ની સીઝન હવે તેના અંતિમ તબક્કામાં છે. શુક્રવારે ક્વોલિફાયર ૨ અને રવિવારે ફાઇનલ મેચ રમાવાની છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ની ટીમ પહેલાં જ ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ દરમિયાન બીસીસીઆઈએ ખેલાડીઓ અને મેચ ઓફિશિયલ્સ માટે એક મોટો અને કડક આદેશ જાહેર કર્યો છે.

નવા નિયમ મુજબ, હવે મેચ દરમિયાન કોઈ પણ ખેલાડી કે અમ્પાયર ‘સ્માર્ટ સનગ્લાસ’ (Smart Sunglasses) પહેરી શકશે નહીં. બીસીસીઆઈએ આ ટેક્નોલોજીના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.

સ્માર્ટ સનગ્લાસ પર પ્રતિબંધ કેમ મુકાયો?

બીસીસીઆઈની એન્ટી કરપ્શન યુનિટ (ACU) ના સૂચન બાદ તમામ ટીમો માટે આ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

  • એડવાન્સ ફીચર્સનો ખતરો: કેટલીક કંપનીઓ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને સ્માર્ટ સનગ્લાસ આપી રહી છે. આ સનગ્લાસ હાઈ-ટેક ફીચર્સથી સજ્જ હોય છે.

  • ડેટા અને કોલિંગ સુવિધા: આ ચશ્મામાં લાઈવ સ્ટ્રીમિંગ, ટેક્સ્ટ મેસેજ મોકલવા અને મેળવવાની સુવિધા હોય છે. તે મોબાઈલ ડેટા અને વાઈફાઈ સાથે પણ કનેક્ટ થઈ શકે છે, જેનાથી કોલિંગ પણ થઈ શકે છે.

  • મેચ ફિક્સિંગનો ખતરો: મેચ દરમિયાન બહારની વ્યક્તિ સાથે સંપર્ક ન થાય અને ભ્રષ્ટાચાર અટકાવી શકાય, તે માટે આ મોટો નિર્ણય લેવાયો છે. હવે ખેલાડીઓએ મેચ શરૂ થતા પહેલાં ફોનની સાથે સ્માર્ટ સનગ્લાસ પણ જમા કરાવવા પડશે.

રાજસ્થાન રોયલ્સના અધિકારીને થઈ હતી દંડ

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ રાજસ્થાન રોયલ્સ (RR) ના અધિકારી રોમી ભિન્દર ડગઆઉટમાં બેસીને ફોનનો ઉપયોગ કરતા કેમેરામાં ઝડપાયા હતા. નિયમોના ઉલ્લંઘન બદલ તેમના પર ૧ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને કડક ચેતવણી પણ આપવામાં આવી હતી. આ ઘટના બાદ બીસીસીઆઈ વધુ સતર્ક બની ગયું છે.

BCCI પહેલાં પણ નિયમો કડક કરી ચૂક્યું છે

આઈપીએલ દરમિયાન ખેલાડીઓની સુરક્ષા અને નિયમોની જાળવણી માટે બીસીસીઆઈ સતત કડક પગલાં ભરી રહ્યું છે:

  • હની ટ્રેપિંગનો ખતરો: અગાઉ એવી માહિતી સામે આવી હતી કે કેટલાક ખેલાડીઓના પરિચિતો અને અજાણ્યા લોકો હોટલ સુધી પહોંચી રહ્યા હતા. હની ટ્રેપિંગના આ ખતરાને જોતા હોટલમાં એન્ટ્રીના નિયમો કડક કરાયા હતા.

  • નાઈટ આઉટ પર પ્રતિબંધ: ખેલાડીઓ પરવાનગી વગર મોડી રાત્રે હોટલની બહાર જઈ શકશે નહીં તેવો નિયમ પણ બનાવવામાં આવ્યો છે.

નિયમોનું ઉલ્લંઘન કરનાર ખેલાડી કે સ્ટાફ સામે હવે ખૂબ જ કડક કાનૂની અને શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.

 

સંબંધિત પોસ્ટ્સ

મેક્સિકોના દિગ્ગજ ગોલકીપર ગિલેર્મો ઓચોઆએ લીધો સંન્યાસ, ફિફા વર્લ્ડ કપમાં બનાવ્યો આ ઐતિહાસિક રેકોર્ડ

praxpatel

ધ્રુવ જુરેલની ધમાકેદાર સદી: શ્રીલંકા સામે ભારતીય ટીમનો સ્કોર 400ને પાર

praxpatel

IPL 2026: ખરાબ પ્રદર્શન બાદ CSK ના આ 5 ખેલાડીઓની થઈ શકે છે રજા, 14 કરોડનો સ્ટાર પણ જોખમમાં!

praxpatel