Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદનો ‘સ્માર્ટ ચોર’: પકડાવાથી બચવા ઓનલાઇન રાઈડ બુક કરી ૬ લાખની ચોરી કરી

અમદાવાદનો 'સ્માર્ટ ચોર': પકડાવાથી બચવા ઓનલાઇન રાઈડ બુક કરી ૬ લાખની ચોરી કરી

અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ચોરીનો મામલો સામે આવ્યો છે. અહીં કાંકરિયા લેક પાસે આવેલી એક એજન્સીના ગોડાઉનમાંથી ૬ લાખ રૂપિયાની ચોરી થઈ હતી. પોલીસ પકડથી બચવા માટે ચોરે ભારે ચાલાકી વાપરી હતી. જોકે, મણિનગર પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સની મદદથી આરોપી દીપક પરમારને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી ચોરીના પૂરા ૬ લાખ રૂપિયા પણ રિકવર કરી લીધા છે.

નોકરીમાંથી છૂટો કરાતા બદલો લેવા કરી ચોરી

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દીપક પરમાર અગાઉ આ જ ગોડાઉનમાં નોકરી કરતો હતો. થોડા સમય પહેલાં જ શેઠે તેને નોકરીમાંથી છૂટો કરી દીધો હતો.

આરોપીએ તેના ગામડે જવાનું નક્કી કર્યું હતું. પરંતુ ગામડે જતાં પહેલાં તેણે એ જ ગોડાઉનમાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. તેણે ગોડાઉનની બારીનો કાચ તોડીને અંદર પ્રવેશ કર્યો અને ૬ લાખ રૂપિયાની રોકડ ચોરી લીધી હતી.

પોલીસને ગુમરાહ કરવા ઓનલાઇન રાઈડનો લીધો સહારો

આરોપી દીપક પોલીસ અને સીસીટીવી કેમેરાથી બચવા માટે ખૂબ જ સ્માર્ટ પ્લાન બનાવ્યો હતો:

  • ઓનલાઇન રાઈડ બુકિંગ: તેણે લોકેશન પર પહોંચવા માટે ઓનલાઇન બાઇક રાઈડ બુક કરી હતી.

  • અધવચ્ચે ઉતરી ગયો: તે ચોરીની જગ્યાથી ઘણે દૂર બાઇકમાંથી ઉતરી ગયો હતો જેથી તેનું લોકેશન ટ્રેસ ન થાય.

  • ચાલતા મુસાફરી: ત્યાંથી તે ચાલતો-ચાલતો ગોડાઉન સુધી પહોંચ્યો અને ચોરીને અંજામ આપ્યો હતો.

  • ગામડે ભાગવાની ફિરાક: ચોરી કર્યા બાદ તે ફરી ચાલતો આગળ ગયો અને રીક્ષા પકડીને ગામડે જવા રવાના થઈ ગયો હતો.

પોલીસે સીસીટીવી કનેક્ટ કરીને ચોરને દબોચ્યો

ચોર ગમે તેટલો સ્માર્ટ હોય પણ કાયદાના હાથથી બચી શકતો નથી. પોલીસે ઘટનાસ્થળની આસપાસના અનેક સીસીટીવી ફૂટેજ બારીકાઈથી ચેક કર્યા હતા. તપાસ દરમિયાન પોલીસને એક શંકાસ્પદ બાઇક દેખાયું હતું.

જ્યારે પોલીસે તે બાઇકની વિગતો વેરિફાઈ કરી ત્યારે ઓનલાઇન રાઈડ અને તેમાં બેસેલા મુસાફર પર શંકા ગઈ હતી. પોલીસે એક પછી એક સીસીટીવી લિંક કનેક્ટ કરીને આરોપી દીપક પરમારને તે ગામડે પહોંચે તે પહેલાં જ મણિનગર પોલીસે તેને દબોચી લીધો હતો.

સંબંધિત પોસ્ટ્સ

ખામેનેઈના નિધન પર ભારતનો સત્તાવાર શોક: વિદેશ સચિવ વિક્રમ મિસરી ઈરાની દૂતાવાસ પહોંચ્યા

Maheriya Nirali

Somnath Amrut Mahotsav 2026: સોમનાથ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ-શો, સાંસ્કૃતિક પુનર્જાગરણનો આપ્યો સંદેશ

praxpatel

રામ મંદિર ચઢાવા ચોરી કેસ: ચંપત રાય પર કેમ ઉઠ્યા સવાલો? જાણો અંદરની આખી વાર્તા

praxpatel