PM મોદી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ઇન્ડોનેશિયાના પાટનગર જકાર્તા પહોંચ્યા છે. પીએમ મોદી ના સ્વાગત માટે ઇન્ડોનેશિયાએ ખાસ તૈયારીઓ કરી હતી. આ ભવ્ય સ્વાગતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આકાશમાં ફાઇટર જેટ્સે કર્યું એસ્કોર્ટ
જ્યારે પીએમ મોદી નું વિમાન ઇન્ડોનેશિયાની હવાઈ સરહદમાં પ્રવેશ્યું, ત્યારે ત્યાંની વાયુસેનાના ફાઇટર જેટ્સે તેને ચારેય તરફથી ઘેરી લીધું હતું. લડાકુ વિમાનોના આખા કાફલાએ પીએમ મોદીના વિમાનને રક્ષણ (એસ્કોર્ટ) આપીને જકાર્તા સુધી પહોંચાડ્યું હતું. ભારત માટે આ એક બહુ મોટું સન્માન છે.
રાષ્ટ્રપતિએ પ્રોટોકોલ તોડીને કર્યું સ્વાગત
પીએમ મોદી જ્યારે એરપોર્ટ પર ઉતર્યા ત્યારે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રાબોવો સુબિયાંતોએ તમામ પ્રોટોકોલ તોડી નાખ્યા હતા. તેઓ પોતે પીએમ મોદીનું સ્વાગત કરવા એરપોર્ટ પર હાજર રહ્યા હતા. બંને નેતાઓ ખૂબ જ ગરમજોશીથી મળ્યા હતા.
૨૫૦૦ કરોડની બ્રહ્મોસ મિસાઈલ ડીલ પર લાગશે મહોર
આ પ્રવાસ દરમિયાન ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે મોટી સંરક્ષણ ડીલ થઈ શકે છે. બંને દેશો વચ્ચે અંદાજે ૨,૫૦૦ કરોડ રૂપિયાની બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ ડીલ પર અંતિમ મહોર લાગવાની પૂરી સંભાવના છે.
પીએમ મોદી એ ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, “હું જકાર્તા પહોંચી ગયો છું. રાષ્ટ્રપતિ પ્રાબોવો સુબિયાંતોના સ્નેહથી હું ખૂબ પ્રભાવિત થયો છું. ૨૦૧૮માં અમે બંને દેશોના સંબંધોને નવી ઊંચાઈએ લઈ ગયા હતા. આ યાત્રાથી આપણા સાંસ્કૃતિક સંબંધો વધુ મજબૂત થશે.”
Tiba di Jakarta. Saya sangat tersentuh oleh kehangatan Presiden Prabowo Subianto yang telah menyambut saya langsung di bandara.
Pada tahun 2018, kami meningkatkan hubungan kedua negara menjadi Kemitraan Strategis Komprehensif, yang telah membawa banyak manfaat bagi masyarakat… pic.twitter.com/aWRYl0RzJf
— Narendra Modi (@narendramodi) July 6, 2026
સૌથી મોટા હિન્દુ મંદિરની મુલાકાત લેશે
પીએમ મોદી ૬ થી ૮ જુલાઈ સુધી ઇન્ડોનેશિયાના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ ઇન્ડોનેશિયાના સૌથી મોટા હિન્દુ મંદિર ‘પ્રમ્બાનન’ની મુલાકાત લેશે. ૯મી સદીમાં બનેલું આ મંદિર ભગવાન શિવ, વિષ્ણુ અને બ્રહ્માને સમર્પિત છે અને તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે.
તમને જણાવી દઈએ કે ઇન્ડોનેશિયા દુનિયાનો સૌથી મોટી મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે, પરંતુ ત્યાં હિન્દુ સંસ્કૃતિની ઊંડી છાપ છે. ત્યાંની કરન્સી નોટ પર ભગવાન ગણેશની તસવીર પણ છપાઈ ચૂકી છે.
