Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાષ્ટ્રીય

ઇલાહાબાદ હાઇકોર્ટની કડક ટિપ્પણી: ‘ત્રણ તલાક અને હલાલા જેવી પ્રથાઓના નામે મહિલાનું યૌન શોષણ કરી શકાય નહીં’

ઇલાહાબાદ હાઇકોર્ટની કડક ટિપ્પણી: ‘ત્રણ તલાક અને હલાલા જેવી પ્રથાઓના નામે મહિલાનું યૌન શોષણ કરી શકાય નહીં'

ઉત્તર પ્રદેશની એક મહિલા સાથે થયેલા યૌન શોષણના કેસમાં ઇલાહાબાદ હાઇકોર્ટે ખૂબ જ કડક ટિપ્પણી કરી છે. હાઇકોર્ટે કહ્યું કે, ત્રણ તલાક અને હલાલા જેવી પ્રથાઓના નામે કોઈ પણ મહિલાનું યૌન શોષણ કરી શકાય નહીં.

કોર્ટના જણાવ્યા અનુસાર, આવી પ્રથાઓ સમાજનું કાળું પાનું છે. આ રિવાજો બંધારણીય મૂલ્યો, સમાનતા અને માનવ ગરિમાની વિરુદ્ધ છે.

હાઇકોર્ટે આરોપીઓની અરજી ફગાવી

જસ્ટિસ જે.જે. મુનીર અને જસ્ટિસ તરુણ સક્સેનાની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. કોર્ટે પીડિતાના પૂર્વ પતિ, કાકા અને મૌલાના સહિતના તમામ આરોપીઓની અરજીઓ ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ માન્યું છે કે સગીર બાળકી સાથે આયોજનબદ્ધ રીતે સામૂહિક દુષ્કર્મ (ગૅંગરેપ) કરવામાં આવ્યું છે અને આ મામલે ઊંડી તપાસની જરૂર છે.

શું છે સમગ્ર મામલો?

આ ચકચારી ઘટના ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાની છે. પીડિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાનો આરોપ છે કે જ્યારે તે સગીર (નાબાલિક) હતી, ત્યારે જ તેના બળજબરીથી લગ્ન કરાવી દેવાયા હતા. ત્યારબાદ પતિએ તેને ત્રણ તલાક આપ્યા અને હલાલાના નામે તેનું યૌન શોષણ થયું. આ સિલસિલો અહીં જ ન અટક્યો, તેને બીજી વાર પણ ત્રણ તલાક આપીને ગૅંગરેપ કરવામાં આવ્યો.

૧૫ વર્ષની ઉંમરે નિકાહ અને અત્યાચાર

પીડિતાએ પોલીસને જણાવ્યું કે, એપ્રિલ ૨૦૧૫માં અઝહર નવાઝ નામના વ્યક્તિ સાથે તેના નિકાહ થયા હતા. ત્યારે તેની ઉંમર માત્ર ૧base ૫ વર્ષ હતી. જાન્યુઆરી ૨૦૧૬માં પતિએ તેને ત્રણ તલાક આપી દીધા.

થોડા મહિના પછી પતિએ ફરીથી લગ્ન કરવાની વાત કરી. આ માટે પીડિતાનું મૌલાના કય્યુમ સાથે હલાલા કરાવવામાં આવ્યું. આ સમયે પીડિતા માત્ર ૧૬ વર્ષની હતી અને તેને હલાલાનો અર્થ પણ ખબર નહોતો.

૨૦૨૫માં હલાલાના નામે ગૅંગરેપ

વર્ષ ૨૦૧૭માં પીડિતાના બીજા લગ્ન થયા. ૪ વર્ષ પછી આરોપીએ તેને ફરીથી ત્રણ તલાક આપ્યા અને બીજી મહિલા સાથે લગ્ન કરી લીધા. જોકે, બીજી પત્નીથી સંતાન ન થતાં, આરોપીએ ત્રીજી વખત પીડિતા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું.

આ વખતે ‘ડબલ હલાલા’ના નામે ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ આરોપીના ભાઈ અને ભત્રીજાઓએ પીડિતા પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું. તે જ સાંજે તેના ત્રીજી વખત નવાઝ સાથે નિકાહ કરાવી દેવાયા. હાઇકોર્ટે આ સમગ્ર ઘટનાને અત્યંત ગંભીર ગણાવીને કડક વલણ અપનાવ્યું છે.

< /p>

સંબંધિત પોસ્ટ્સ

નરોડામાં પિતા- પુત્ર સહિત ત્રણ લોકો અને કાગડાપીઠમાં ચાર લોકોને તલવાર અને પાઇપ વડે મારામારી કરી, સારવાર માટે ખસેડવા પડ્યા

aminparmar

‘પત્નીનું ભરણપોષણ પતિની જવાબદારી’: સુપ્રીમ કોર્ટે મહિને ૯ હજાર કમાતા પતિને ૧૦ હજાર ચૂકવવા કર્યો આદેશ

praxpatel

અમેરિકાનો ત્રીજો હુમલો: ઓમાનના દરિયાકાંઠે ભારતીય ક્રૂ ધરાવતા મર્ચન્ટ જહાજ ‘MT Jalveer’ ને નિશાન બનાવ્યું!

praxpatel