Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

ઇરાન: સુપ્રિમ લીડર મોઝતબા ખામેનેઈ પિતાના અંતિમ સંસ્કારમાં નહીં જાય

ઇરાન: સુપ્રિમ લીડર મોઝતબા ખામેનેઈ પિતાના અંતિમ સંસ્કારમાં નહીં જાય

ઇરાન (Iran) અને ઇઝરાયેલ (Israel) વચ્ચે તણાવ ચરમસીમા પર પહોંચી ગયો છે. સુરક્ષાના કારણોસર ઇરાનના નવા સર્વોચ્ચ નેતા મોઝતબા ખામેનેઈ (Mojtabા Khamenei) તેમના પિતા અલી ખામેનેઈના અંતિમ સંસ્કારમાં સામેલ નહીં થાય.

ઇઝરાયેલે મોઝતબા ખામેનેઈને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ ધમકી બાદ ઇરાને પણ ઇઝરાયેલ અને અમેરિકાને કડક ચેતવણી આપી છે.

શા માટે અંતિમ સંસ્કારથી દૂર રહેશે મોઝતબા?

ભારતમાં ઇરાનના પ્રતિનિધિ આયતુલ્લા હકીમ ઇલાહીએ આ માહિતી આપી છે. ઇઝરાયેલ તરફથી સતત મળી રહેલી ધમકીઓ અને ડ્રોન દેખરેખના જોખમને કારણે મોઝતબાનું જાહેરમાં આવવું સુરક્ષિત નથી. તેથી તેઓ પિતાના અંતિમ સંસ્કારના કાર્યક્રમોથી દૂર રહેશે.

Ahmad Vahidi, Ali Khamenei Funeral, Mojtaba Khamenei

ઇરાનની અમેરિકાને ચેતવણી: ‘ઇઝરાયેલને કાબૂમાં રાખો’

ઇરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે અમેરિકા ઇઝરાયેલને નિયંત્રણમાં રાખે. જો ઇઝરાયેલ પોતાની હરકતો બંધ નહીં કરે, તો ઇરાન તેને કડક પાઠ ભણાવશે. ઇરાનના નેતૃત્વ સામે કોઈ પણ ધમકી સહન કરવામાં આવશે નહીં.

ઇઝરાયેલના રક્ષા મંત્રીનું મોટું નિવેદન

ઇઝરાયેલના રક્ષા મંત્રી ઇઝરાયેલ કાત્ઝે સોમવારે એક નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે ઇરાનના નવા સુપ્રિમ લીડર મોઝતબા ખામેનેઈ હવે તેમના નિશાના પર છે. કાત્ઝે એમ પણ ઉમેર્યું કે ઇઝરાયેલ કોઈપણ સંજોગોમાં ઇરાનને પરમાણુ હથિયાર બનાવવા દેશે નહીં.

૬ દિવસ સુધી ચાલશે અંતિમ સંસ્કારની વિધિ

ભૂતપૂર્વ સુપ્રિમ લીડર અલી ખામેનેઈનું અવસાન ૨૮ ફેબ્રુઆરીએ ઇઝરાયેલી હવાઈ હુમલામાં થયું હતું. તેમના અંતિમ સંસ્કારના કાર્યક્રમો ૪ જુલાઈથી ૯ જુલાઈ સુધી ઇરાન અને ઇરાકના અલગ-અલગ શહેરોમાં યોજાશે. આ માટે તેહરાનમાં મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી છે.

મહિનાઓ સુધી છુપાયેલો ઇરાનનો શક્તિશાળી જનરલ અચાનક સામે આવ્યો

અલી ખામેનેઈના અંતિમ સંસ્કારની તૈયારીઓ વચ્ચે એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. ઇરાનની અર્ધસૈનિક રિવોલ્યુશનરી ગાર્ડના સૌથી શક્તિશાળી કમાન્ડર જનરલ અહમદ વાહદી (General Ahmad Vahidi) લાંબા સમય પછી અચાનક જાહેરમાં જોવા મળ્યા છે.

General Ahmad Vahidi, Ali Khamenei Funeral, Mojtaba Khamenei- India TV Hindi

જનરલ વાહદી છેલ્લે ૮ ફેબ્રુઆરીના રોજ દેખાયા હતા. ત્યારપછી ઇરાન યુદ્ધ શરૂ થયું તેના કેટલાય અઠવાડિયા પહેલાથી તેઓ રહસ્યમય રીતે ગાયબ હતા. તેઓ નવા સુપ્રિમ લીડર મોઝતબા ખામેનેઈના અત્યંત નજીકના અને ખાસ વ્યૂહરચનાકાર માનવામાં આવે છે. તેહરાનમાં અલી ખામેનેઈના શબપેટી (તાબૂદ) પાસે બેસીને શોક વ્યક્ત કરતા તેમની તસવીરો ઇરાની સરકારી મીડિયાએ જાહેર કરી છે.

૬ દિવસ સુધી અલગ-અલગ શહેરોમાં ચાલશે અંતિમ સંસ્કાર

ભૂતોપૂર્વ સુપ્રિમ લીડર અલી ખામેનેઈનું અવસાન ૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા-ઇઝરાયેલ સાથેના યુદ્ધના પહેલા જ દિવસે એક હવાઈ હુમલામાં થયું હતું. તેમના અંતિમ સંસ્કારના કાર્યક્રમો ૪ જુલાઈથી ૯ જુલાઈ સુધી ઇરાન અને પાડોશી દેશ ઇરાકના અલગ-અલગ પવિત્ર સ્થળો પર યોજાશે. અલી ખામેનેઈના તાબૂદને કરબલા સ્થિત ઇમામ હુસૈનની દરગાહના પવિત્ર લાલ ધ્વજથી ઢાંકવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં લાખોની ભીડ ઉમટવાની શક્યતાને પગલે તેહરાનના અનેક રસ્તાઓ બંધ કરી દેવાયા છે.

Ahmad Vahidi, Ali Khamenei Funeral, Mojtaba Khamenei

< /p>

 

સંબંધિત પોસ્ટ્સ

સાણંદમાં ખાનગી ફાર્મમાં માલિક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો

aminparmar

ઘરે દ્રાક્ષમાંથી કઈ રીતે બનાવશો કિશમિશ? જાણો 1 કિલો બનાવવા કેટલી દ્રાક્ષ જોઈએ અને સાચી રીત

praxpatel

Video/ ઈરાનના ખારગ ટાપુ પર અમેરિકાનો ભયાનક મિસાઈલ એટેક: આકાશમાંથી વરસી ‘કાળી આફત’

praxpatel