Gujarat Plus
Breaking News
સ્પોર્ટ્સ

વૈભવે મેદાન ધ્રૂજાવ્યું: એક પણ સિંગલ લીધા વિના માત્ર ૧૧ બોલમાં ફિફ્ટી, ૨૦ વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

વૈભવ મેદાન ધ્રૂજાવ્યું: એક પણ સિંગલ લીધા વિના માત્ર ૧૧ બોલમાં ફિફ્ટી, ૨૦ વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

૨૧ જૂનનો દિવસ ક્રિકેટ રસિકો માટે ભારે રોમાંચક રહ્યો. રંગીરી દાંબુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત-એ અને શ્રીલંકા-એ વચ્ચે ટ્રાઈ સિરીઝની ફાઈનલ મેચ રમાઈ રહી છે. આ હાઈ-વોલ્ટેજ મેચમાં ભારતના યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીએ (Vaibhav Suryavanshi) રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. તેણે મેદાનના ચારેય ખૂણે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરીને નવો ઈતિહાસ રચી દીધો છે.

એક પણ સિંગલ લીધા વગર ફિફ્ટી!

વૈભવ સૂર્યવંશી આજે અલગ જ મૂડમાં મેદાન પર ઉતર્યો હતો. તેણે માત્ર ૧૧ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી લીધી હતી. આ ઇનિંગની સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, અડધી સદી સુધી પહોંચવા માટે તેણે એક પણ સિંગલ રન લીધો ન હતો. આ ફિફ્ટીમાં ૫ છગ્ગા અને ૫ ચોગ્ગા સામેલ હતા.

તોડી નાખ્યો ૨૦ વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ

વૈભવ સૂર્યવંશી હવે લિસ્ટ-એ (List-A) ક્રિકેટના ઇતિહાસમાં વિશ્વની સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટર બની ગયો છે. આ સાથે જ તેણે શ્રીલંકાના કૌશલ્યા વીરારત્નેનો ૨૦ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વીરારત્નેએ વર્ષ ૨૦૦૫માં માત્ર ૧૨ બોલમાં ફિફ્ટી ફટકારી હતી. વૈભવે આ કારનામો માત્ર ૧૧ બોલમાં કરી બતાવ્યો છે.

સરફરાઝ ખાનનો ભારતીય રેકોર્ડ પણ ધ્વસ્ત

વૈભવે મુંબઈના સ્ટાર બેટર સરફરાઝ ખાનનો ભારતીય રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. સરફરાઝ ખાને વિજય હઝારે ટ્રોફીમાં પંજાબ સામે ૧૫ બોલમાં અડધી સદી ફટકારી હતી. વૈભવે હવે તેને ઘણી પાછળ છોડી દીધી છે.

૩૨૪ના સ્ટ્રાઈક રેટથી ૯૪ રન ફટકાર્યા

વૈભવ સૂર્યવંશી કમનસીબે પોતાની સદી ચૂક્યો હતો. તે માત્ર ૨૯ બોલમાં ૯૪ રનની વિસ્ફોટક ઈનિંગ રમીને આઉટ થયો હતો. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ ૩૨૪ નો હતો. તેણે પોતાની ઇનિંગમાં કુલ ૧૦ ચોગ્ગા અને ૮ છગ્ગા ફટકાર્યા હતા.

જો વૈભવ સદી પૂરી કરી લેત, તો તે ઓસ્ટ્રેલિયાના જેક ફ્રેઝર-મેકગર્કના ૨૯ બોલમાં સદીના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લેત.

હવે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂની તૈયારી!

ટૂર્નામેન્ટની શરૂઆતની ૪ મેચોમાં વૈભવ ખાસ કમાલ નહોતો કરી શક્યો. પરંતુ ફાઇનલ જેવા મોટા મુકાબલામાં તેણે પોતાનો અસલી ક્લાસ બતાવ્યો છે. આ શાનદાર પ્રદર્શન બાદ હવે વૈભવ ભારતની આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ ટૂર પર જવાનો છે. ત્યાં તેનું ઇન્ટરનેશનલ ડેબ્યૂ લગભગ પાક્કું માનવામાં આવી રહ્યું છે.

સંબંધિત પોસ્ટ્સ

IPL 2026: આ 5 ખેલાડીઓ પહેલીવાર મેદાનમાં ઉતરી મચાવી શકે છે ધમાલ, જાણો કોણ છે આ ‘ગેમ ચેન્જર્સ’

praxpatel

LSG ને મોટો ફટકો: વાનિંદુ હસરંગા IPL 2026 માંથી બહાર, આ અનુભવી સ્પિનર લેશે સ્થાન

praxpatel

IPL માં કોહલી સાથે મચાવ્યો હતો ધમાકો… હવે આ બેટ્સમેને DPL માં મચાવી તબાહી, 38 બોલમાં ઠોકી દીધા 92 રન!

praxpatel