ટીમ ઈન્ડિયા ની આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ ટૂર તેમજ એશિયન ગેમ્સ ૨૦૨૬ માટેની T20 સ્ક્વોડની જાહેરાત થઈ ગઈ છે. આ ટીમમાં ઘણા મોટા ફેરફારો જોવા મળ્યા છે. માત્ર સૂર્યકુમાર યાદવ જ નહીં, પરંતુ અન્ય કેટલાક સ્ટાર ખેલાડીઓને પણ ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે.
શ્રેયસ અય્યરને મળી કેપ્ટનશિપ
-
T20 વર્લ્ડ કપ ૨૦૨૬ પછી ભારત હવે જૂન મહિનાના અંતમાં આયર્લેન્ડ સામે ૨ T20 મેચ રમશે.
-
ત્યારબાદ જુલાઈની શરૂઆતમાં ઈંગ્લેન્ડ સામે ૫ મેચની T20 સિરીઝ રમાશે.
-
BCCI દ્વારા ૬ જૂને સ્ક્વોડની જાહેરાત કરવામાં આવી.
-
સૂર્યકુમાર યાદવને કેપ્ટન પદેથી હટાવી દેવાયો છે.
-
હવે શ્રેયસ અય્યરને ટીમ ઈન્ડિયાની નવી કમાન સોંપવામાં આવી છે.
આ ૪ મોટા ખેલાડીઓ થયા ડ્રોપ
ટીમ ઈન્ડિયાની નવી T20 સ્ક્વોડમાંથી આ ૪ મોટા નામ ગાયબ છે:
-
હાર્દિક પંડ્યા: વનડે વર્લ્ડ કપ ૨૦૨૭ સુધી તેમને ફિટ રાખવા અને વર્કલોડ ઘટાડવા માટે આરામ અપાયો છે.
-
કુલદીપ યાદવ: હવે તેઓ આ નવા T20 સેટઅપનો હિસ્સો નથી.
-
રિંકુ સિંહ: IPL માં ખરાબ પ્રદર્શન અને મિડલ ઓર્ડરમાં અન્ય સારા વિકલ્પો હોવાથી તેને બહાર કરાયો છે.
-
સૂર્યકુમાર યાદવ: તેમને કેપ્ટનશિપ છીનવાઈ છે અને ટીમમાંથી પણ ડ્રોપ કરાયા છે.
જસપ્રીત બુમરાહ એશિયન ગેમ્સ રમશે
જસપ્રીત બુમરાહને ટીમમાંથી ડ્રોપ કરવામાં નથી આવ્યા. વર્કલોડ મેનેજમેન્ટ માટે તેને માત્ર આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો છે. જોકે, આગામી એશિયન ગેમ્સ ૨૦૨૬ માટે તેને ટીમમાં સામેલ કરાયો છે.
૨ ખેલાડીઓની પ્રથમ વખત એન્ટ્રી
નવી સ્ક્વોડમાં બે નવા ચહેરાઓને પ્રથમ વખત સ્થાન મળ્યું છે:
-
વૈભવ સૂર્યવંશી: માત્ર ૧૫ વર્ષની ઉંમરે IPL ૨૦૨૬માં શાનદાર પ્રદર્શન બાદ તેને સીધી ટીમમાં તક મળી છે.
-
પ્રિન્સ યાદવ: આ યુવા ફાસ્ટ બોલરને પણ પહેલીવાર ટીમમાં જગ્યા મળી છે.
-
આ ઉપરાંત નીતિશ રેડ્ડી, રવિ બિશ્નોઈ અને હર્ષિત રાણાની ફરીથી ટીમમાં વાપસી થઈ છે.
આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટેની સ્ક્વોડ:
શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઇસ કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, નીતિશ રેડ્ડી, સંજુ સેમસન, અક્ષર પટેલ, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ.
એશિયન ગેમ્સ ૨૦૨૬ માટેની સ્ક્વોડ:
શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઇસ કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, નીતિશ રેડ્ડી, સંજુ સેમસન, અક્ષર પટેલ, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા અને અર્શદીપ સિંહ.
< /p>
