Gujarat Plus
Breaking News
લાઈફ સ્ટાઇલ

Health Tips: શું આખો દિવસ ચપ્પલ પહેરી રાખવા જોઈએ? જાણો શરીરને થતા આ ગંભીર નુકસાન વિશે

શું તમે પણ આખો દિવસ ઘરમાં ચપ્પલ પહેરી રાખો છો? સાંધાનો દુખાવો, ફંગલ ઇન્ફેક્શન અને હેમર ટો જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. જાણો આખો દિવસ ચપ્પલ પહેરવાના નુકસાન.

આજના સમયમાં લોકો આખો દિવસ પગમાં ચપ્પલ કે જૂતા પહેરી રાખતા હોય છે. સવારે બેડ પરથી નીચે ઉતરતાની સાથે જ ઘરમાં પણ સ્લીપર્સ પહેરવાની આદત વણસતી જાય છે. ચપ્પલ પગને ધૂળ, માટી અને ગંદકીથી ચોક્કસ બચાવે છે, પરંતુ શું આખો દિવસ તેને પહેરી રાખવા યોગ્ય છે? હેલ્થ એક્સપર્ટ્સના મતે, આખો દિવસ ચપ્પલ પહેરી રાખવાથી પગને અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે.

આખો દિવસ ચપ્પલ પહેરવાના મુખ્ય ગેરફાયદા

જો તમે પણ ઘરમાં કે બહાર સતત પ્લાસ્ટિક અથવા રબરના ચપ્પલ પહેરી રાખો છો, તો સાવધાન થઈ જાઓ. તેનાથી નીચે મુજબની સમસ્યાઓ થઈ શકે છે:

૧. પગમાં સોજો અને ફંગલ ઇન્ફેક્શન

લાંબા સમય સુધી ચપ્પલ પહેરી રાખવાથી પગના તળિયામાં સોજો આવવા લાગે છે. આ ઉપરાંત, પગમાં સતત પસેવો વળવાને કારણે બેક્ટેરિયા વધે છે, જેનાથી ફંગલ ઇન્ફેક્શન (Fungal Infection) થવાનું જોખમ ઘણું વધી જાય છે.

૨. સાંધાનો દુખાવો (Joint Pain)

જો તમારા ચપ્પલ કે જૂતા આરામદાયક ન હોય અથવા તેની સોલ બરાબર ન હોય, તો નાની ઉંમરે જ સાંધાનો દુખાવો શરૂ થઈ શકે છે. ખાસ કરીને હીલવાળા સેન્ડલ કે ફ્લેટ ચપ્પલ લાંબો સમય પહેરવાથી ઘૂંટણ અને કમર પર દબાણ આવે છે.

૩. પગની આંગળીઓમાં ગાંઠ અને નખની સમસ્યા

સતત ચપ્પલ કે જૂતામાં પગ પેક રહેવાને કારણે આંગળીઓ પર દબાણ આવે છે. ખરાબ ક્વોલિટીના ચપ્પલના લીધે પગની આંગળીઓમાં ગાંઠ થઈ શકે છે અથવા આંગળીઓ ત્રાંસી થઈ શકે છે.

હેમર ટો (Hammer Toe): હર હંમેશ જૂતા-ચપ્પલ પહેરવાથી અંગૂઠાના નખ અને તેના સાંધાના હાડકા વધવા લાગે છે. મેડિકલ ભાષામાં આ ગંભીર સ્થિતિને ‘હેમર ટો’ કહેવામાં આવે છે.

૪. લપસી જવાનું જોખમ

ઘણી વખત ચપ્પલની નીચેનો ભાગ (સોલ) ઘસાઈ જવાને કારણે ચીકણો થઈ જાય છે. આવી સ્થિતિમાં લપસી જવાનો અને હાડકું તૂટવાનો ભય રહે છે. પાણીવાળી જગ્યા કે લીસી લાદી પર ખુલ્લા પગ જેટલી સારી ગ્રીપ બનાવે છે, તેટલી ગ્રીપ ચપ્પલ આપી શકતા નથી.

નિષ્ણાતોની સલાહ:

જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ઘરમાં સાફ-સફાઈ રાખીને થોડો સમય ખુલ્લા પગે ચાલવાનો આગ્રહ રાખો. તેનાથી પગના એક્યુપ્રેશર પોઈન્ટ્સ દબાય છે, બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે અને પગના સ્નાયુઓને આરામ મળે છે.

સંબંધિત પોસ્ટ્સ

મુખ્ય દ્વાર પર બનાવી દો આ શુભ ચિહ્નો, પ્રસન્ન થશે માં લક્ષ્મી અને ક્યારેય નહીં સર્જાય ધનની કમી!

praxpatel

ઉનાળામાં દહીં જલ્દી ખાટું થઈ જાય છે? અપનાવો આ સરળ ટિપ્સ, દહીં લાંબા સમય સુધી રહેશે તાજું અને સ્વાદિષ્ટ

praxpatel

ગરુડ પુરાણ: જીવનની આ 4 આદતો તમને મૃત્યુ પછી યમલોકની પીડામાંથી અપાવશે મુક્તિ

praxpatel