સોના અને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર થયો છે. મોદી સરકારના એક નિર્ણયને કારણે આ કિંમતી ધાતુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. બુધવારે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવમાં અચાનક ૧૦ ગ્રામ દીઠ ₹૧૧,૦૦૦ થી વધુનો ઉછાળો જોવા મળ્યો; તે દરમિયાન, બજાર ખુલતાની સાથે જ ચાંદીના ભાવમાં પણ રોકેટ ગતિએ ઉછાળો આવ્યો, જે ₹૩ લાખના આંકને પાર કરી ગયો. કેન્દ્ર સરકારના મોટા નિર્ણય બાદ સોનું અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. બુધવારથી સરકાર દ્વારા ગોલ્ડ અને સિલ્વર ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે. જેના સીધા અસર કોમોડિટી માર્કેટમાં જોવા મળી રહી છે.
MCX પર સોનાના ભાવમાં એક જ દિવસમાં ₹11 હજારથી વધુનો વધારો નોંધાયો છે. જ્યારે ચાંદી ફરી ₹3 લાખ પ્રતિ કિલોના પાર પહોંચી ગઈ છે.
સરકારે કેટલી વધારી ઇમ્પોર્ટ ડ્યુટી?
કેન્દ્ર સરકારે Gold Import Duty ને 6 ટકાથી વધારીને સીધી 15 ટકા કરી દીધી છે.
સરકારે બેઝિક કસ્ટમ ડ્યુટી 5% થી વધારી 10% કરી છે.
જ્યારે AIDC (Agriculture Infrastructure and Development Cess) 1% થી વધારી 5% કરવામાં આવ્યો છે.
આ નિર્ણય બાદ વિદેશથી સોનું આયાત કરવું હવે વધુ મોંઘું બનશે.
સોનાના ભાવમાં આવ્યો જોરદાર ઉછાળો
MCX પર 5 જૂન એક્સપાયરી વાળા 24 કેરેટ સોનાનો ભાવ મંગળવારે ₹1,53,442 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.
પરંતુ બુધવારે માર્કેટ ખુલતા જ સોનાનો ભાવ સીધો ₹1,64,497 સુધી પહોંચી ગયો.
એટલે કે એક જ દિવસમાં સોનું લગભગ ₹11,055 મોંઘું થયું.
બજારમાં લગભગ 7 ટકાનો ઉછાળો નોંધાયો છે.
ચાંદી પણ પહોંચી ₹3 લાખ પાર
સિલ્વરના ભાવમાં પણ ભારે વધારો જોવા મળ્યો.
MCX પર 3 જુલાઈ એક્સપાયરી વાળી ચાંદી મંગળવારે ₹2,79,062 પ્રતિ કિલો પર બંધ થઈ હતી.
બુધવારે બજાર ખુલતા જ ચાંદીનો ભાવ ₹3,01,429 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો.
એક જ દિવસમાં ચાંદી ₹22,367 મોંઘી થઈ ગઈ.
લાઈફ ટાઈમ હાઈથી હજુ પણ સસ્તુ સોનું
જોકે હાલના ઉછાળા પછી પણ સોનાનો ભાવ તેના લાઈફ ટાઈમ હાઈથી હજુ નીચે છે.
જાન્યુઆરીમાં સોનાનો સર્વોચ્ચ ભાવ ₹2,02,984 પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો.
હાલનો ભાવ તેનાથી લગભગ ₹38 હજાર ઓછો છે.
ચાંદીનો લાઈફ ટાઈમ હાઈ ₹4,57,328 પ્રતિ કિલો રહ્યો હતો.
હાલનો ભાવ તેનાથી લગભગ ₹1.55 લાખ ઓછો છે.
PM મોદીએ કરી હતી સોનું ન ખરીદવાની અપીલ
Narendra Modi એ થોડા દિવસ પહેલા દેશના લોકોને એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરી હતી.
તેમણે કહ્યું હતું કે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવને કારણે દેશની વિદેશી મુદ્રા બચાવવી જરૂરી છે.
કારણ કે વિદેશથી સોનું આયાત કરવા માટે ડોલરમાં ચુકવણી કરવી પડે છે.
સરકારનું માનવું છે કે ઇમ્પોર્ટ ડ્યુટી વધારવાથી સોનાની આયાતમાં ઘટાડો થશે અને ટ્રેડ ડેફિસિટ પર નિયંત્રણ આવશે.
