Gujarat Plus
Breaking News
બિઝનેસ

સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદીમાં રૂ. 3,400નો કડાકો, જાણો તમારા શહેરમાં શું છે લેટેસ્ટ રેટ

સોના અને ચાંદીના ભાવમાં આ અઠવાડિયે મોટો ઘટાડો થયો છે. ચાંદી રૂ. 3,400 અને સોનું રૂ. 1,200 સસ્તું થયું. જાણો 22 કેરેટ અને 24 કેરેટના લેટેસ્ટ રેટ.

જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ઇન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, સોનું 1,200 રૂપિયાથી વધુ અને ચાંદી 3,000 રૂપિયાથી વધુ સસ્તી થઈ છે. સોનું અને ચાંદીમાં આ અઠવાડિયામાં મોટો કડાકો નોંધાયો છે. જેમાં સોનું 1,000 અને ચાંદી 3,000 રૂપિયાથી વધુ સસ્તી થઈ છે. ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન(IBJA) મુજબ, 24 કેરેટ સોનાનો ભાવ આ અઠવાડિયે 1,216 રૂપિયાથી ઘટીને 1,50,263 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જે પહેલા 1,51,479 ભાવ હતો.

સોનાના ભાવમાં ઘટાડો

આ અઠવાડિયે 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ રૂ. 1,216નો ઘટાડો થયો છે.

  • 24 કેરેટ સોનું: રૂ. 1,51,479 થી ઘટીને રૂ. 1,50,263 (પ્રતિ 10 ગ્રામ).

  • 22 કેરેટ સોનું: રૂ. 1,38,755 થી ઘટીને રૂ. 1,37,641 (પ્રતિ 10 ગ્રામ).

  • 18 કેરેટ સોનું: રૂ. 1,13,609 થી ઘટીને રૂ. 1,12,697 (પ્રતિ 10 ગ્રામ).

આ અઠવાડિયે સોનાનો સૌથી ઓછો ભાવ 29 એપ્રિલે રૂ. 1,47,973 નોંધાયો હતો.

ચાંદીમાં રૂ. 3,400નો મસમોટો કડાકો

ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીનો ભાવ રૂ. 3,494 ઘટીને રૂ. 2,40,331 પ્રતિ કિલોગ્રામ થયો છે, જે અગાઉ રૂ. 2,43,828 હતો. વૈશ્વિક બજારમાં અસ્થિરતાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે સોનું 4,585 ડોલર અને ચાંદી 74 ડોલર પ્રતિ ઔંસની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે.

નિષ્ણાતોના મતે, આંતરરાષ્ટ્રીય પરિબળો અને આર્થિક નીતિઓમાં ફેરફારને કારણે કિંમતી ધાતુઓના ભાવમાં આ વધ-ઘટ જોવા મળી રહી છે.

સંબંધિત પોસ્ટ્સ

શેરબજારમાં ટ્રેડિંગ કરવું હવે થશે મોંઘું: 1 એપ્રિલથી STT ચાર્જમાં વધારો, જાણો નવા દર

praxpatel

સોના-ચાંદી પછી પ્લેટિનમ 18 વર્ષના રેકોર્ડ સ્તરે: આ વર્ષે 121% વધ્યો, 10gની કિંમત ₹61,513; ઓટોમોબાઈલ સેક્ટરમાં માગને કારણે તેજી

Gujarat Plus

મોંઘવારીનો માર: માર્ચમાં ખાદ્ય મોંઘવારી વધીને 3.87% થઈ, ઈરાન યુદ્ધની અસરથી બજેટ ખોરવાયું

praxpatel