Gujarat Plus
Breaking News
સ્પોર્ટ્સ

મહિલા ક્રિકેટમાં એક યુગનો અંત: 34 વર્ષની વયે દિગ્ગજ કેપ્ટને લીધો સંન્યાસ, દેશ માટે ફટકારી હતી પ્રથમ સદી

ઝિમ્બાબ્વે મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મેરી-એન મુસોન્ડાએ 34 વર્ષની વયે સંન્યાસની જાહેરાત કરી છે. દેશ માટે પ્રથમ સદી ફટકારનાર આ દિગ્ગજ

ઝિમ્બાબ્વે મહિલા ક્રિકેટને નવી ઊંચાઈઓ પર લઈ જનાર કેપ્ટન મેરી-એન મુસોન્ડાએ આખરે પોતાની શાનદાર કારકિર્દીને અલવિદા કહી દીધી છે. તેમની કેપ્ટનશીપ હેઠળ ટીમને માત્ર આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી જ નહીં, પરંતુ દેશમાં મહિલા ક્રિકેટને પણ એક નવી દિશા મળી. ઝિમ્બાબ્વે મહિલા ટીમની કેપ્ટન મેરી-એન મુસોન્ડાએ 27 એપ્રિલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. 34 વર્ષીય મુસોન્ડાએ છેલ્લે બે વર્ષ પહેલાં ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 ક્વોલિફાયરમાં ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ઝિમ્બાબ્વે મહિલા ક્રિકેટ ટીમને નવી ઊંચાઈઓ પર લઈ જનાર કેપ્ટન મેરી-એન મુસોન્ડાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 34 વર્ષની વયે તેમણે રમતને અલવિદા કહીને ચાહકોને ચોંકાવી દીધા છે.

શા માટે લીધો સંન્યાસ?

પોતાના નિવૃત્તિના નિર્ણય પાછળનું કારણ જણાવતા મેરીએ કહ્યું કે, આ નિર્ણય માત્ર પ્રદર્શન કે ક્ષમતા વિશે નથી, પરંતુ સમય અને શારીરિક વાસ્તવિકતાનો છે. તેમને લાગ્યું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અલગ થવાનો આ યોગ્ય સમય છે જેથી આગામી પેઢી માટે રસ્તો સાફ થઈ શકે.

મેરી-એન મુસોન્ડાની શાનદાર કારકિર્દી

  • પ્રથમ સદીનો રેકોર્ડ: વર્ષ 2021માં આયર્લેન્ડ સામે તેમણે વન-ડે સદી ફટકારી હતી, જે ઝિમ્બાબ્વે મહિલા ક્રિકેટ ઈતિહાસની પ્રથમ સદી હતી.

  • આંકડા: તેમણે ઝિમ્બાબ્વે માટે 58 T20I અને 16 ODI મેચ રમી છે. T20માં 1054 રન અને ODIમાં 336 રન તેમના નામે છે.

  • નેતૃત્વ: 2018માં કેપ્ટન બન્યા બાદ તેમણે ઝિમ્બાબ્વેમાં મહિલા ક્રિકેટનો પાયો મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

‘રેકોર્ડ્સ નહીં, પ્રભાવ મહત્વનો છે’

મેરીએ જણાવ્યું કે તે પોતાની પાછળ એવી વિરાસત છોડવા માંગે છે જ્યાં વધુમાં વધુ છોકરીઓ ક્રિકેટ પ્રત્યે આકર્ષાય. તેમના મતે, જો શાળાઓમાં છોકરીઓ ક્રિકેટ રમતી થશે તો તે જ તેમની સાચી સફળતા ગણાશે.

સંબંધિત પોસ્ટ્સ

જસપ્રીત બુમરાહના ખરાબ ફોર્મ પર મુંબઈ ઇન્ડિયન્સનું નિવેદન: પોલાર્ડે કહ્યું – ‘તેને થોડો સમય આપો’

praxpatel

‘2026-27નું 4.08 લાખ કરોડનું બજેટ’, મુખ્યમંત્રીએ બજેટને આવકાર્યું

ANIL PATEL

હિજાબ વિવાદઃ CM નીતિશ સામે 3 રાજ્યોમાં FIR: ઔવેસીની પાર્ટીના નેતાની ખુલ્લી ધમકી, NDA નેતાઓનું સમર્થન; કહ્યું- ‘બરાબર કર્યું, આ ઈસ્લામિક દેશ નથી’

Gujarat Plus