મુંબઈના એક જાણીતા ક્લબમાં લોકપ્રિય એક્ટ્રેસ અને મોડલ પ્રીત સિંહ સાથે ગંભીર મારપીટની ઘટના બની છે. ‘સ્પ્લિટ્સવિલા 16’ ફેમ પ્રીતે સોશિયલ મીડિયા પર પોતાની ઈજાઓના ફોટો અને વીડિયો શેર કરીને ચાહકોને ચોંકાવી દીધા છે.
શું બની હતી ઘટના?
પ્રીત સિંહે જણાવ્યું કે તે પોતાની મિત્ર સાથે ક્લબમાં બેઠી હતી, ત્યારે અચાનક એક છોકરી ત્યાં આવી અને બૂમો પાડવા લાગી. આ બહસબાજીએ જોતજોતામાં હિંસક વળાંક લીધો હતો. પ્રીતના જણાવ્યા મુજબ:
-
તે છોકરીનો એક પુરુષ મિત્ર વચ્ચે આવ્યો અને અચાનક હુમલો કરી દીધો.
-
હુમલામાં પ્રીત સિંહના દાંત તૂટી ગયા છે અને તેના મોઢા પર ગંભીર સોજા આવ્યા છે.
-
પ્રીતે સોશિયલ મીડિયા પર પોતાની સૂજેલી આંખો અને ચહેરા પરના નિશાન બતાવ્યા છે.
‘મુંબઈમાં છોકરીઓ સુરક્ષિત નથી?’
પોસ્ટ શેર કરતા પ્રીતે લખ્યું કે, “હું હંમેશા સાંભળતી હતી કે મુંબઈ છોકરીઓ માટે સુરક્ષિત છે, પણ મારી સાથે જે થયું તે કલ્પનાની બહાર છે. હુમલો કરનાર છોકરી એક કહેવાતી ઈન્ફ્લુએન્સર છે.” આ ઘટના બાદ એક્ટ્રેસ ભારે આઘાતમાં છે.
સેલિબ્રિટી મિત્રો આવ્યા સમર્થનમાં
પ્રીતની આ હાલત જોઈને ઉર્ફી જાવેદ, અહેસાસ ચન્ના અને ફાતિમા સના શેખ જેવી સેલિબ્રિટીઓએ ચિંતા વ્યક્ત કરી છે. ઉર્ફી જાવેદે પ્રીતને તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવવા અને મદદની ખાતરી આપી છે. ચાહકો પણ આ ઘટનાની નિંદા કરી રહ્યા છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
