IPL 2026 માં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં લખનઉની ટીમ ફરી એકવાર બેટિંગમાં સંઘર્ષ કરતી જોવા મળી હતી. ખાસ કરીને ટીમનો સૌથી મોંઘો ખેલાડી નિકોલસ પૂરન ફરી એકવાર રન બનાવવામાં નિષ્ફળ રહ્યો છે.
પૂરનનું ફ્લોપ શો ચાલુ
લખનઉએ નિકોલસ પૂરનને 21 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. પરંતુ આ સીઝન તેના માટે કોઈ દુઃસ્વપ્નથી ઓછી નથી. આઈપીએલ 2026 માં અત્યાર સુધી રમાયેલી 4 મેચોમાં પૂરનના બેટથી માત્ર 41 રન જ નીકળ્યા છે. આ દરમિયાન તેની એવરેજ માત્ર 10.25 ની રહી છે.
ટીમ માટે ચિંતાનો વિષય
ટી-20 ફોર્મેટના સ્પેશિયાલિસ્ટ ગણાતા પૂરનનો સ્ટ્રાઈક રેટ પણ આ સીઝનમાં ઘટીને 85.41 થઈ ગયો છે. જો આગામી એક-બે મેચમાં તે ફોર્મમાં નહીં આવે, તો લખનઉ તેને પ્લેઈંગ ઈલેવનમાંથી ડ્રોપ કરવાનું વિચારી શકે છે. પૂરને ટી-20 પર ધ્યાન આપવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ તેનું ફોર્મ સાથ આપી રહ્યું નથી.
ગુજરાત ટાઇટન્સ સામે 165 રનનો ટાર્ગેટ
લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી મેચમાં, લખનૌએ પ્રથમ બેટિંગ કરીને ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૧૬૪ રન બનાવ્યા. LSG વતી એડેન માર્કરામે ૨૧ બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગા સાથે સૌથી વધુ ૩૦ રન બનાવ્યા. ગુજરાત ટાઇટન્સને હવે મેચ જીતવા માટે ૧૬૫ રનની જરૂર છે.
