Gujarat Plus
Breaking News
gujaratplusતાજા સમાચાર

‘હવે ખાવા અને રહેવાના પણ પૈસા નથી, મદદ કરો’:યુદ્ધની સ્થિતિ વચ્ચે દુબઈમાં ફસાયેલા ગુજરાતીઓ ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યાં, 3000 લોકોની મદદની પોકાર

28 ફેબ્રુઆરીને શનિવારે સવારે (ભારતીય સમય મુજબ) ઇઝરાયલે ઇરાનની રાજધાની તેહરાન સહિત અનેક શહેરો પર હુમલો કર્યો. જેના વળતા જવાબમાં, ઇરાને ઇઝરાયલ પર બદલો લેવા માટે કતાર, બહેરીન અને કુવૈત જેવા સાત દેશો પર આશરે 400 મિસાઇલો છોડી હતી. બહેરીનમાં હાલ તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે. બહેરીનની રાજધાની મનામા અને તેની આસપાસના વિસ્તારોમાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટને કારણે ત્યાં રહેતા ગુજરાતીઓમાં ફફડાટ ફેલાયો છે.

આ યુદ્ધને કાણે એરસ્પેસ બંધ થતાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત લાવવા માટે સરકાર મોટો નિર્ણય લઈ શકે છે. કેન્દ્ર સરકાર વિશેષ રેસ્ક્યૂ ફ્લાઇટ અંગે ગંભીર વિચારણા કરી રહી છે. જો યુદ્ધ યથાવત રહેશે તો કોમર્શિયલ અને ફ્લાઇટ્સના અભાવે ઇવેક્યુશન ઓપરેશન હાથ ધરાશે. આ અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

ઈરાન એરસ્પેસ પરના પ્રતિબંધો વચ્ચે 410 ફ્લાઈટ્સ રદ દુબઈ એરસ્પેસ બંધ થવાની અસર ભારત પર જોવા મળી છે. ઈરાન એરસ્પેસ પરના પ્રતિબંધો વચ્ચે 410 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ભારતે પશ્ચિમ એશિયા એરસ્પેસ પરના પ્રતિબંધોને કારણે 400થી વધુ ફ્લાઈટ્સ રદ કરી. દુબઈ દરરોજ 2000થી વધુ ફ્લાઈટ્સ હેન્ડલ કરે છે. ગલ્ફ રિજન એશિયા-યુરોપ-આફ્રિકા-નોર્થ અમેરિકાને જોડતો એક મહત્વપૂર્ણ એવિએશન કોરિડોર છે. ઈન્ડિગોએ અલ્માટી, બાકુ, તાશ્કંદ, ત્બિલિસીની ફ્લાઈટ્સ રદ કરી છે. આ સસ્પેન્શન 28 માર્ચ સુધી લંબાવવામાં આવ્યું છે.

રવિવારે સતત બીજા દિવસે પણ અમેરિકા અને ઇઝરાયલના ઇરાન પર હુમલા ચાલુ છે. ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે મિડલ ઈસ્ટમાં પરિસ્થિતિ ઝડપથી બગડી ગઈ છે. વિમાન સેવા બંધ થવાની અસર દુબઈથી ભારત સુધી અનુભવાઈ રહી છે.

ગુજરાતના અંદાજે 700થી 800 લોકો મક્કામાં હાજર આ દરમિયાન પવિત્ર રમઝાન માસ દરમિયાન મક્કા-મદીના ખાતે ઉમરાહની બંદગી માટે ગયેલા ગુજરાતના યાત્રાળુઓ હાલમાં યુદ્ધની ગંભીર સ્થિતિને કારણે ચિંતામાં મુકાયા છે. હાલમાં ગુજરાતના અંદાજે 700થી 800 લોકો મક્કામાં હાજર છે, જેઓ યુદ્ધના કારણે સર્જાયેલા તણાવ અને મુસાફરીમાં આવતા અવરોધોને પગલે પોતાના વતનમાં રહેલા પરિવારજનો માટે પણ ચિંતિત છે.

ઈરાન-ઇઝરાયેલ, USA વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે અમદાવાદના 55 જેટલા યાત્રિકો મક્કા-મદીનામાં ફસાઈ ગયા છે. ફ્લાઈટ રદ થતા તેઓ એરપોર્ટથી પરત હોટલમાં મોકલાયા છે, પરંતુ હવે તેમની પાસે ન તો પૂરતા પૈસા છે અને ન ઘરે પરત ફરવાની કોઈ ચોક્કસ માહિતી. આખી રાત જાગીને વતનની રાહ જોતા આ યાત્રિકો સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે

 

સંબંધિત પોસ્ટ્સ

‘ભાજપ જ ભાજપને હરાવશે’, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સાંસદ મનસુખ વસાવાનું વિસ્ફોટક નિવેદન

praxpatel

બુધનું મીન રાશિમાં ગોચર: આ 4 રાશિના જાતકો માટે ખુલશે કિસ્મતના દ્વાર, બનશે ‘નીચભંગ રાજયોગ’

praxpatel

મહારાષ્ટ્ર: બોસ સાથે બ્રેકઅપ થતા યુવતીએ હોટલના રૂમમાં કર્યો આપઘાત, 2 વર્ષથી હતું અફેર

praxpatel