in ahmedabad-himmatnagar-to-h
Gujarat Plus
Breaking News
ક્રાઇમગુજરાતતાજા સમાચાર

અમદાવાદમાં હિંમતનગર ટુ હૈદરાબાદ ચાલતા બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ, 3.6 લાખમાં વેચાયેલા બાળકનું રેસ્ક્યૂ

Child Trafficking Racket Busted in Ahmedabad: અમદાવાદમાં બાળ તસ્કરી સામે મોટી સફળતા મેળવતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ (DCB) અને ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ સંયુક્ત ઓપરેશન હાથ ધરી નવજાત શિશુના વેચાણના મોટા નેટવર્કને ઝડપી પાડ્યું છે. પોલીસે આ મામલે એક નવજાત બાળકને રેસ્ક્યૂ કર્યું છે અને ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.

ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન

મળતી માહિતી અનુસાર, 28મી જાન્યુઆરીના રોજ ગુજરાત ATS ને મળેલી ચોક્કસ બાતમીના આધારે, ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈની ટીમે એરપોર્ટની બાઉન્ડ્રી વોલ પાસે કોતરપુર પમ્પિંગ સ્ટેશન નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન હિંમતનગર તરફથી આવતી એક સફેદ રંગની કાર (GJ-01-MT-2600)ને અટકાવવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી એક નવજાત બાળક મળી આવ્યું હતું, જેનું ગેરકાયદે વહન કરવામાં આવી રહ્યું હતું.

સંબંધિત પોસ્ટ્સ

રાજ્યમાં ઠંડીમાં ઘટાડો સાથે નલિયા સૌથી ઠંડુ શહેર

Maheriya Nirali

ગઢડા તાલુકાના જલાલપર ગામમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકની બ્રાન્ચમાં પૂર્વ બેંક મેનેજરે અંદાજે 4 કરોડ રૂપિયાની ઉચાપત કરી

Maheriya Nirali

સુરતના વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના સમરસ હોસ્ટેલમાં મોડી રાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો વિરોધ

Maheriya Nirali