Gujarat Plus
Breaking News
ગુજરાતરાજનીતિ

સુરતમાં સુમુલ ડેરીમાં ચૂંટણી વિવાદ, તાત્કાલિક ધોરણે ચૂંટણી યોજવાની માંગ!

સુરતમાં સુમુલ ડેરીમાં ચૂંટણી વિવાદ, તાત્કાલિક ધોરણે ચૂંટણી યોજવાની માંગ. સુમુલમાં જોડાયેલા સભાસદોની ધીરજ હવે ખૂટી છે. હજારથી વધુ સભાસદો સુમુલ ડેરી પહોંચ્યા હતા. સુમુલ ડેરી ને રાજકીય અખાડો બનાવ્યના આક્ષેપ સાથે ડેરી સાથે જોડાયેલા પશુપાલકો લાભોથી વંચિત હોવાના પણ આરોપ છે. ચૂંટણી થાય તો સભાસદો અને પશુપાલકોને લાભ થાય તેવી પણ વાત થઇ રહી છે.સભાસદોએ તાત્કાલિક ધોરણે લોકશાહી ઢબે ચૂંટણી યોજવાની ઉગ્ર માંગ કરી છે.

પશુપાલકોએ આક્ષેપ કરતા કહ્યું કે, ડેરીના વહીવટમાં રાજકીય હસ્તક્ષેપ વધી રહ્યો છે જેના કારણે સામાન્ય પશુપાલકોને મળતા લાભ અટકી ગયા છે. ચૂંટણી ન યોજાવાને લીધે સભાસદોના હિતના નિર્ણયો લેવામાં પણ વિલંબ થઈ રહ્યો હોવાના આરોપ છે, જો આગામી દિવસોમાં ચૂંટણીની જાહેરાત નહીં થાય તો પશુપાલકોએ આંદોલનને વધુ તેજ કરવાની ચીમકી આપી છે.

સંબંધિત પોસ્ટ્સ

PSI બનવાનું સપનું અધૂરું રહ્યું, વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

Maheriya Nirali

Dwarka: ધર્મનગરી દ્વારકામાં હોળીનો ઉત્સાહ, પવિત્ર અગ્નિની પરિક્રમા કરી ભક્તો સુખ-સમૃદ્ધિની કામના કરશે

aminparmar

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પરિણામ: તમામ 15 મનપામાં ભાજપનો ભગવો, નગરપાલિકાઓમાં પણ વિરોધ પક્ષોના સૂપડા સાફ

praxpatel