Gujarat Plus
Breaking News
gujaratplusગુજરાતતાજા સમાચાર

1.5 લાખ ભક્તો, 51 હજાર કિલો રંગો, 1 હજાર કિલો ફૂલ…: સાળંગપુર મંદિરમાં ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ

Salangpur Dham Celebrates Gujarat’s Biggest Rangotsav | ગુજરાત સહિત દેશભરમાં હોળી-ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. એવામાં આજે સાળંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરમાં ‘દિવ્ય રંગોત્સવ’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં દેશ-વિદેશથી દોઢ લાખથી વધુ ભક્તો જોડાયા અને ભક્તિના રંગે રંગાયા.

દાદાને દિવ્ય શણગાર અને 51 હજાર કિલો રંગથી હોળી રમ્યા ભક્તો 

આ વર્ષે ઉત્સવની વિશેષતા એ હતી કે ભક્તોની ત્વચાને નુકસાન ન થાય તે માટે છોટાઉદેપુરથી ખાસ ઓર્ડર આપીને 51 હજાર કિલો ઓર્ગેનિક રંગો તૈયાર કરાયા હતા. ગુલાબી, લાલ, પીળો અને નારંગી જેવા સાત પ્રકારના રંગો અને 1000 કિલો તાજા ફૂલોની વર્ષાથી સમગ્ર મંદિર પરિસર રંગીન બની ગયું હતું. હનુમાનજી દાદાને પણ પંચરંગી વાઘા અને રંગબેરંગી ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. રંગોત્સવની શરૂઆત હનુમાનજીની આરતી અને હનુમાન ચાલીસા કરીને કરવામાં આવી હતી.

ભક્તો અને સંતોએ રાસની રમઝટ બોલાવી 

મંદિર પરિસરમાં 70થી 80 ફૂટ ઊંચા 500 જેટલા કલર બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર રંગો ઉડાડવામાં આવતા આકાશ પણ રંગીન બની ગયું હતું. નાસિક ઢોલના તાલે ભક્તો અને સંતો એકસાથે રાસની રમઝટ બોલાવી હતી.

 

સંબંધિત પોસ્ટ્સ

“આ મહિલાઓ માટેનો કાયદો નથી, ચૂંટણી નકશો બદલવાનું કાવતરું છે”: સંસદમાં રાહુલ ગાંધીના આકરા પ્રહાર

praxpatel

શ્રીલંકાનો અમેરિકાને ઝટકો: ‘અમે ઝૂકીશું નહીં’, યુદ્ધ વચ્ચે અમેરિકી ફાઈટર જેટ્સને લેન્ડિંગની મંજૂરી ન આપી

praxpatel

‘દુનિયા વિનાશ તરફ, માત્ર ભારત જ યુદ્ધ અટકાવી શકે છે’: મિડલ ઈસ્ટ સંકટ પર મોહન ભાગવતનું મોટું નિવેદન

praxpatel