દુનિયામાં જ્યારે સરહદો પર તણાવ વધે છે અને અર્થતંત્ર ડગમગે છે, ત્યારે કરિયરના સમીકરણો પણ બદલાઈ જાય છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) ના રિપોર્ટ મુજબ, જિયોપોલિટિકલ રિસ્ક અને સિક્યોરિટી મેનેજમેન્ટ એવા ક્ષેત્રો છે જેમાં યુદ્ધ કે મંદી દરમિયાન પણ નોકરીની સુરક્ષા અને ડિમાન્ડ સૌથી વધુ રહે છે.
શું છે આ ‘વૉર-પ્રૂફ’ કરિયર?
આ એવા પ્રોફેશનલ્સ છે જે મોટી કંપનીઓને જણાવે છે કે આંતરરાષ્ટ્રીય તણાવ, તેલની કિંમતો અને સપ્લાય ચેન પર યુદ્ધની શું અસર પડશે. તમે સરહદ પર ગયા વિના પણ રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યુહરચનાનો ભાગ બની શકો છો.
ટોપ કરિયર ઓપ્શન્સ:
-
જિયોપોલિટિકલ રિસ્ક કન્સલ્ટન્ટ: કંપનીઓને સુરક્ષિત રોકાણ માટે સલાહ આપે છે.
-
સ્ટ્રેટેજિક એનાલિસ્ટ: યુદ્ધની પેટર્ન અને સુરક્ષા પડકારોનું વિશ્લેષણ કરે છે.
-
ડિઝાસ્ટર મેનેજમેન્ટ: યુદ્ધ કે કુદરતી આફત સમયે રાહત અને બચાવ કામગીરી સંભાળે છે.
-
ઇન્ટરનેશનલ લો એક્સપર્ટ: માનવાધિકાર અને આંતરરાષ્ટ્રીય સંધિઓના જાણકાર.
ભારતની ટોપ 5 શૈક્ષણિક સંસ્થાઓ
જો તમે આ ક્ષેત્રમાં ભવિષ્ય બનાવવા માંગતા હોવ, તો આ સંસ્થાઓ બેસ્ટ સાબિત થશે:
-
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU), ગુજરાત: દેશની પ્રથમ સંરક્ષણ યુનિવર્સિટી, જે ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત છે.
-
JNU, દિલ્હી (સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝ): આંતરરાષ્ટ્રીય સંબંધો સમજવા માટેનું શ્રેષ્ઠ કેન્દ્ર.
-
સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી: ડિફેન્સ અને સ્ટ્રેટેજિક સ્ટડીઝ માટે જૂનું અને પ્રતિષ્ઠિત વિભાગ.
-
એમિટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ, નોઈડા: રિયલ વર્લ્ડ એક્સપોઝર અને સારા પ્લેસમેન્ટ માટે જાણીતું.
-
મદ્રાસ યુનિવર્સિટી: રિસર્ચ આધારિત પ્રોગ્રામ્સ અને સ્ટ્રેટેજિક અભ્યાસ માટે પ્રખ્યાત.
