ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) માં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ (SRH vs RR) વચ્ચે જબરદસ્ત જંગ જોવા મળશે. મલ્લનપુરના મહારાજ યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી આ એલિમિનેટર મેચ પર કરોડો ફેન્સની નજર છે.
આજની મેચમાં પણ આકર્ષણનું કેન્દ્ર રાજસ્થાનના ‘ વૈભવ સૂર્યવંશી (Vaibhav Sooryavanshi) રહેશે. વૈભવે ગત 19 તારીખે લખનઉ સામે જયપુરમાં 38 બોલમાં 93 રનની સુનામી ઇનિંગ રમીને રાજસ્થાનને પ્લે-ઓફની રેસમાં જીવતું રાખ્યું હતું. હૈદરાબાદ સામેની છેલ્લી મેચમાં પણ તેણે માત્ર 37 બોલમાં 113 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ જ કારણે હૈદરાબાદની ટીમ અત્યારે ચિંતામાં છે.
પેટ કમિન્સે સ્વીકારી વૈભવ સૂર્યવંશીની ચેલેન્જ
મેચ પહેલા હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે જિયોસ્ટાર સાથેની વાતચીતમાં સ્વીકાર્યું કે boyfriend વૈભવ માટે ખાસ પ્લાન તૈયાર છે.
કમિન્સે જણાવ્યું કે:
“જ્યારે સામેની ટીમમાં એવા ખેલાડીઓ હોય જે એકલા હાથે મેચ છીનવી શકે, ત્યારે તમારે પ્લાન ‘B’ કે પ્લાન ‘C’ પર વધુ કામ કરવું પડે છે. અમે વૈભવ માટે ખાસ રણનીતિ બનાવી છે. ગત વખતે તેણે અમારી સામે સદી ફટકારી હતી, પરંતુ અમે તે મેચમાંથી ઘણું શીખ્યા છીએ અને આ વખતે એ ભૂલો સુધારીશું.”
કમિન્સે વધુમાં ઉમેર્યું કે ભલે તેઓ રાજસ્થાનને આ સીઝનમાં બે વાર હરાવી ચૂક્યા છે, પણ આ નવો મેચ છે અને તેઓ બિલકુલ શૂન્યથી શરૂઆત કરશે.
આખરે વૈભવ સૂર્યવંશીને કેવી રીતે આઉટ કરી શકાય?
પેટ કમિન્સે પોતાના સિક્રેટ પ્લાનનો ખુલાસો નથી કર્યો, પરંતુ ક્રિકેટ એક્સપર્ટ્સના મते વૈભવને આઉટ કરવાનો રસ્તો પિચના મિજાજ સાથે જોડાયેલો છે:
-
ધીમી પિચ પર મુશ્કેલી: મુંબઈની ધીમી પિચ પર દીપક ચાહરે ગુડ લેન્થ પર સ્લોઅર ઓફ-સ્પિન નાખીને વૈભવને ફસાવ્યો હતો, કારણ કે આવી બોલ પર ટાઇમિંગ કરવું મુશ્કેલ બને છે.
-
મલ્લનપુરની પિચ બેટિંગ ફ્રેન્ડલી: આજની પિચ બેટ્સમેનોને મદદ કરનારી છે. અહીં રન બનાવવા સરળ છે, તેથી બોલરોએ ગતિમાં સતત ફેરફાર કરવો પડશે.
-
શરૂઆતમાં જ વિકેટ લેવી જરૂરી: વૈભવને આઉટ કરવા માટે શરૂઆતની ઓવરોમાં જ સરપ્રાઇઝ નિર્ણયો લેવા પડશે. તેના ફેવરિટ ઝોનથી દૂર ગુડ લેન્થ અને સ્લોઅર બાઉન્સર ફેંકવા પડશે.
મેચનું ટર્નિંગ પોઇન્ટ: જો વૈભવ સૂર્યવંશી એકવાર પિચ પર સેટ થઈ ગયો, તો હૈદરાબાદના તમામ પ્લાન ફેલ થઈ જશે. આજની પિચ હાઈ-સ્કોરિંગ હોવાથી સેટ થયા પછી સૂર્યવંશીની વિકેટ લેવી લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે.
