Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

ડિનો મોરિયા સાથે મ્યુઝિક કોન્સર્ટમાં ઝૂમી પ્રીતિ ઝિંટા, IPL પહેલા મુંબઈમાં માણી રૉક નાઈટ

ડિનો મોરિયા સાથે મ્યુઝિક કોન્સર્ટમાં ઝૂમી પ્રીતિ ઝિંટા, IPL પહેલા મુંબઈમાં માણી રૉક નાઈટ

આજથી IPL 2026નો પ્રારંભ થઈ રહ્યો છે, પરંતુ તે પહેલા બોલિવૂડની ‘ડિમ્પલ ગર્લ’ પ્રીતિ ઝિંટા મુંબઈમાં મ્યુઝિકના તાલે ઝૂમતી જોવા મળી હતી. પ્રીતિએ તેના ખાસ મિત્ર અને એક્ટર ડિનો મોરિયા સાથે બ્રિટિશ રૉક બેન્ડ ‘ડેફ લેપર્ડ’ (Def Leppard) ના કોન્સર્ટમાં હાજરી આપી હતી.

લાસ્ટ મિનિટ પ્લાન બન્યો યાદગાર

પ્રીતિ ઝિંટાએ સોશિયલ મીડિયા પર કોન્સર્ટની તસવીરો શેર કરતા જણાવ્યું કે આ પ્લાન અચાનક બન્યો હતો.

  • તેણે ડિનો મોરિયાનો આભાર માનતા તેને પોતાનો ‘કોન્સર્ટ પાર્ટનર’ કહ્યો હતો.

  • પ્રીતિએ લખ્યું, “ક્યારેક છેલ્લી ઘડીએ બનેલા પ્લાન અદભૂત હોય છે. મુંબઈની ગરમી પણ અમારા ઉત્સાહને ઓછો કરી શકી નહીં.”

  • એક્ટ્રેસે સ્વીકાર્યું કે તેને બેન્ડના માત્ર 4 ગીતો જ ખબર હતા, છતાં તેણે ખૂબ મજા કરી.

 ડિનો મોરિયા સાથે  જૂની યાદો થઈ તાજી

પ્રીતિએ જણાવ્યું કે આ કોન્સર્ટ તેના માટે નોસ્ટાલ્જિક રહ્યો. રૉક બેન્ડનું લોકપ્રિય ગીત ‘પૂર સમ સુગર ઓન મી’ (Pour Some Sugar on Me) તે જ્યારે મુંબઈ આવી હતી ત્યારે વારંવાર સાંભળતી હતી. વર્ષો પછી આ ગીત લાઈવ સાંભળીને તે ખૂબ ખુશ જણાતી હતી. મુંબઈમાં આ કોન્સર્ટ ‘બુક માય શો લાઈવ’ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.

IPL 2026 માટે પ્રીતિ સજ્જ

મનોરંજન બાદ હવે પ્રીતિ ઝિંટા ક્રિકેટના મેદાન પર જોવા મળશે.

  1. આજે IPLની નવી સીઝનનો પ્રારંભ થઈ રહ્યો છે.

  2. પ્રથમ મુકાબલો બેંગલુરુ અને હૈદરાબાદ વચ્ચે છે.

  3. પંજાબ ટીમની કો-ઓનર પ્રીતિ ઝિંટા દર વખતની જેમ આ સીઝનમાં પણ પોતાની ટીમને ચીયર કરતી જોવા મળશે.

સંબંધિત પોસ્ટ્સ

ભારતીય અર્થતંત્ર પર યુદ્ધના વાદળો: ઈરાન સંકટથી મોંઘવારી વધવાની CEA ની ગંભીર ચેતવણી

praxpatel

દુબઈમાં વસતા દીકરા-દીકરીઓને લઇ પરિવારજનો ચિંતિત, સર્જાયા ભાવુક દ્રશ્યો

aminparmar

રાજકોટમાં ગોંડલ-આટકોટ હાઈવે પર કાર પુલ નીચે ખાબકતાં અગનગોળો બની, 2ના કરુણ મોત

ANIL PATEL