Gujarat Plus
Breaking News
એન્ટરટેનમેન્ટ

મૌની રોયે છૂટાછેડાની અફવાઓ વચ્ચે આ ખાસ વ્યક્તિને ગણાવી ‘લાઈફલાઈન’, કહ્યું- ‘તારા વિના જિંદગી અધૂરી…’

મૌની રોયે છૂટાછેડાની અફવાઓ વચ્ચે આ ખાસ વ્યક્તિને ગણાવી ‘લાઈફલાઈન’, કહ્યું- ‘તારા વિના જિંદગી અધૂરી...’

બોલિવૂડ અને ટીવી અભિનેત્રી મૌની રોય અત્યારે પોતાના અંગત જીવન અને છૂટાછેડાની અફવાઓને લઈને ભારે ચર્ચામાં છે. આ અટકળો વચ્ચે શુક્રવારે મૌની રોયે તેની એક ખાસ અને નજીકની મિત્ર ત્રિશા ગોકુલદાસને જન્મદિવસની શુભેચ્છા પાઠવતી એક ખૂબ જ ભાવુક પોસ્ટ શેર કરી છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી આ પોસ્ટમાં મૌનીએ ત્રિશા સાથે વિતાવેલી અનેક અજાણી તસવીરો અને ટ્રિપ્સના ફોટોસ પણ શેર કર્યા છે.

તારા વિના જીવવાની કલ્પના પણ નથી થઈ શકતી

પોતાની આ ખાસ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં મૌની રોયે ત્રિશા માટે એક સુંદર નોટ લખી છે. મૌનીએ લખ્યું, “હેપ્પી બર્થડે મારી લાઈફલાઈન. હું તારા વિના મારી જિંદગીની કલ્પના પણ કરી શકતી નથી. હંમેશા મારી સાથે રહેવા અને મારો સૌથી મોટો સહારો બનવા બદલ તારો ખૂબ ખૂબ આભાર. ભગવાન કરે તારી જિંદગી હંમેશા ખુશીઓ અને પ્રેમથી ભરેલી રહે.” મૌનીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ફેન્સ તેમજ સેલેબ્સ ત્રિશાને વિશીઝ પાઠવી રહ્યા છે.

ટીવી સીરિયલ્સથી મેળવી મોટી ઓળખ

મૌની રોય ભારતીય ટેલિવિઝન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક ખૂબ જ જાણીતું નામ છે. તેણે પોતાના કરિયરની શરૂઆત પ્રખ્યાત ટીવી શો ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’ દ્વારા કરી હતી. જો કે, તેને ઘર-ઘરમાં અસલી ઓળખ ‘દેવો કે દેવ… મહાદેવ’ સીરિયલમાં ભજવેલા ‘સતી’ના પાત્રથી મળી હતી. આ પછી ‘નાગિન’ સીરિયલમાં ‘શિવન્યા’ના પાત્રે તેને રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધી હતી. તે ‘ઝલક દિખલા જા’ જેવા ડાન્સ રિયાલિટી શોમાં પણ પોતાનો જાદુ ચલાવી ચૂકી છે.

બોલિવૂડ સફર અને આગામી ફિલ્મ ‘ધ વાઈવ્સ’

ટીવી બાદ મૌનીએ અક્ષય કુમારની ફિલ્મ ‘ગોલ્ડ’થી બોલિવૂડમાં ધમાકેદાર ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ માટે તેને બેસ્ટ ફીમેલ ડેબ્યૂનું ફિલ્મફેર નોમિનેશન પણ મળ્યું હતું. હવે મૌની રોય ટૂંક સમયમાં નેશનલ એવોર્ડ વિજેતા ડાયરેક્ટર મધુર ભંડારકરની આગામી ફિલ્મ ‘ધ વાઈવ્સ’ (The Wives) માં જોવા મળશે. આ એક ડ્રામા ફિલ્મ છે જે બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓના જીવન, તેમના રહસ્યો, સંઘર્ષો અને ગ્લેમરની દુનિયા પાછળ છુપાયેલા સત્યને ઉજાગર કરશે. આ ફિલ્મમાં તેની સાથે સોનાલી કુલકર્ણી અને રેજિના કેસેન્ડ્રા પણ મુખ્ય ભૂમિકામાં છે.

સંબંધિત પોસ્ટ્સ

Welcome to the Jungle: ‘ઘીસ ઘીસ’ ગીતમાં અક્ષરાને ઘાઘરા પહેરાવવાનો આગ્રહ કરાયો, તો અક્ષય કુમારે કહ્યું- ‘તેને….

praxpatel

રોહિત શેટ્ટી ફાયરિંગ કેસમાં મોટું એક્શન: યુપીના આગ્રાથી વધુ એક આરોપી ઝડપાયો, કુલ 12ની ધરપકડ

praxpatel

ચાંદી ઓલ ટાઈમ હાઈના બીજા દિવસે ₹784 સસ્તી થઈ: સોનાની કિંમતમાં 80 રૂપિયાનો ઘટાડો, સોનું ₹1,32,394/10g થયું

Gujarat Plus