Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાત રાજ્યસભા ચૂંટણી: ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર, કોંગ્રેસ-AAPએ ઉમેદવાર જ ન ઉતાર્યા!

ગુજરાત રાજ્યસભા ચૂંટણી: ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર, કોંગ્રેસ-AAPએ ઉમેદવાર જ ન ઉતાર્યા!

ગુજરાતના રાજકારણમાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યસભાની ચાર બેઠકો માટે ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. વિપક્ષી પાર્ટીઓ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી (AAP) એ પોતાનો એક પણ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો ન હતો. આ કારણે હવે આગામી 18 જૂને ગુજરાતમાં રાજ્યસભા માટે મતદાન યોજાશે નહીં.

આ ચાર નેતાઓ બન્યા રાજ્યસભાના સાંસદ

ચૂંટણી પંચ દ્વારા ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખે (11 જૂન) ભાજપના ચારેય ઉમેદવારોને સત્તાવાર રીતે વિજેતા જાહેર કરાયા છે:

  1. મુકેશભાઈ રાઠવા (આદિવાસી સમાજ – છોટાઉદેપુર)

  2. જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારીયા (સતવારા સમાજ – દેવભૂમિ દ્વારકા)

  3. માનસિંહ પરમાર (રાજપૂત સમાજ – પ્રદેશ બક્ષીપંચ મોરચા અધ્યક્ષ)

  4. રાજુભાઈ શુક્લા (બ્રાહ્મણ સમાજ – સુરેન્દ્રનગર પ્રભારી)

વિપક્ષે કેમ ઉમેદવાર ન ઉતાર્યા?

ગુજરાત વિધાનસભામાં હાલમાં ભારતીય જનતા પાર્ટી (BJP) પાસે પ્રચંડ બહુમતી છે.

  • ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 161 ધારાસભ્યોનું છે.

  • તેની સામે કોંગ્રેસ પાસે માત્ર 12 અને આમ આદમી પાર્ટી પાસે 5 ધારાસભ્યો જ છે.

નિયમ મુજબ વિપક્ષ પાસે જીતવા માટે પૂરતું સંખ્યાબળ ન હોવાથી, કોંગ્રેસ કે આપ (AAP) માંથી કોઈએ ફોર્મ ભર્યું ન હતું. પરિણામે ભાજપના તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

રાજ્યસભામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ ‘શૂન્ય’ થશે

આ ચૂંટણી પરિણામ સાથે જ ગુજરાતના ઈતિહાસમાં એક નવો વળાંક આવ્યો છે. ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસના એકમાત્ર સાંસદ અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ છે. તેમનો કાર્યકાળ 21 જૂન 2026 ના રોજ પૂરો થઈ રહ્યો છે. આ બેઠક ખાલી થયા બાદ હવે રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસના સાંસદોની સંખ્યા શૂન્ય થઈ જશે.

ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ શું હતો?

રાજ્યસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે આ મુજબનો કાર્યક્રમ જાહેર કર્યો હતો:

વિગત તારીખ
ચૂંટણી જાહેરનામું 1 જૂન 2026
નામાંકન ભરવાની છેલ્લી તારીખ 8 જૂન 2026
ફોર્મની ચકાસણી 9 જૂન 2026
નામ ખેંચવાની છેલ્લી તારીખ 11 જૂન 2026
મતદાન અને પરિણામ (હવે જરૂરી નથી) 18 જૂન 2026

વિપક્ષ તરફથી કોઈ ફોર્મ ન ભરાતા 11 જૂનના રોજ જ ચારેય ઉમેદવારો સત્તાવાર રીતે વિજેતા બની ગયા છે.

< /p>

સંબંધિત પોસ્ટ્સ

કિસાન સંઘે સરકારના સમાધાન અંગે આલોચના કરનારાઓને શુ આપ્યો જવાબ !

ANIL PATEL

અમેરિકા-ઈરાન ટકરાવ: શાંતિ મંત્રણા નિષ્ફળ જવાની આશંકાથી દુનિયામાં ફફડાટ, હોર્મુઝ માં યુદ્ધના વાદળો

praxpatel

યુદ્ધવિરામ નિષ્ફળ? UAE અને કુવૈતનો દાવો- ‘ઈરાને ફરીથી મિસાઈલ હુમલા કર્યા’

praxpatel