Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીય

ઈરાનને હવે ચીનનો પણ સહારો નહીં! કેમ અચાનક અટકાવી દીધી તેલની ખરીદી?

ઈરાન ને હવે ચીનનો પણ સહારો નહીં! કેમ અચાનક અટકાવી દીધી તેલની ખરીદી?

અમેરિકાના કડક પ્રતિબંધો છતાં ઈરાન નું અર્થતંત્ર લાંબા સમય સુધી ટકી રહ્યું હતું. તેનું મુખ્ય કારણ એ હતું કે ચીન તેની પાસેથી મોટી માત્રામાં તેલ ખરીદતું હતું. પરંતુ હવે ચીનની કંપનીઓએ પણ ઈરાન પાસેથી તેલ ખરીદવાનું ખૂબ ઓછું કરી દીધું છે.

ઘટતી માંગ અને અમેરિકાની કડકાઈના કારણે ઈરાન અત્યારે ભારે દબાણમાં આવી ગયું છે. નિષ્ણાતોના મતે, ચીનનો આ નિર્ણય ઈરાનના તેલ વેપાર માટે અત્યાર સુધીનો સૌથી મોટો પડકાર છે.

ચીનની ‘ટીપોટ Refineries કેમ પાછી પાની કરી રહી છે?

ચીનની સ્વતંત્ર તેલ Refineries, જેને ‘Teapot Refineries કહેવામાં આવે છે, તે ઈરાની તેલની મુખ્ય ખરીદદાર છે. આ Refineries ઈરાનના કુલ તેલ નિકાસનો લગભગ 90% ભાગ ખરીદે છે.

પરંતુ હાલમાં આ Refineries મોટા આર્થિક નુકસાનનો સામનો કરી રહી છે. આ જ કારણે તેમણે ઈરાન ના તેલની ખરીદી ઘટાડી દીધી છે અને પોતાનું પ્રોડક્શન પણ ઓછું કરી દીધું છે. બીજી તરફ, અમેરિકાએ ચીનની મોટી Refineries ‘હેંગલી પેટ્રોકેમિકલ’ પર પ્રતિબંધ લગાવી દીધા છે, જેથી અન્ય ખરીદદારો પણ હવે સાવધ થઈ ગયા છે.

અમેરિકાની દરિયાઈ નાકાબંધીથી સપ્લાય ખોરવાયો

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, મે મહિનામાં ઈરાનથી ચીનને થતી તેલની સપ્લાય ઘટીને માત્ર 1.6 લાખ બેરલ પ્રતિદિન રહી ગઈ છે. જ્યારે ફેબ્રુઆત્રીમાં આ આંકડો 18 લાખ બેરલ પ્રતિદિન હતો.

નિષ્ણાતોનું કહેવું છે કે જો ચીનને તેલની જરૂર હોય, તો પણ અમેરિકાની નૌસેનાની નાકાબંધીના કારણે ઈરાન તેલ મોકલી શકતું નથી. હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) થઈને આ મહિને ઈરાનનું એક પણ જહાજ પસાર થઈ શક્યું નથી. આ પહેલીવાર બન્યું છે જ્યારે આર્થિક પ્રતિબંધોને બદલે ભૌતિક અવરોધ ઊભો કરીને ઈરાનનો વેપાર રોકવામાં આવ્યો છે.

ચીન પાસે છે અન્ય વિકલ્પો, રશિયન તેલ પણ બન્યું સસ્તું

એનર્જી એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, ચીન પર અત્યારે તેલ મેળવવાનું કોઈ દબાણ નથી. ચીન પાસે તેલ ખરીદવા માટે અન્ય ઘણા દેશોના વિકલ્પો ઉપલબ્ધ છે.

હાલમાં રશિયાનું તેલ પણ સસ્તું થઈ રહ્યું છે, જેથી ચીન ત્યાંથી ખરીદી વધારી શકે છે. શરૂઆતમાં ચીને પોતાની Refineriesને ઈંધણ ઉત્પાદન ચાલુ રાખવા કહ્યું હતું, પરંતુ સ્થાનિક સ્તરે સ્ટોક વધી જતાં હવે ઉત્પાદન ઘટાડી દેવાયું છે.

ઈરાન ની અર્થતંત્ર પર શું અસર થઈ?

ચીનની આ પીછેહઠની સીધી અસર હવે ઈરાનમાં જોવા મળી રહી છે. છેલ્લા એક મહિનામાં દેશનું તેલ ઉત્પાદન 19% જેટલું ગગડી ગયું છે. તેલની નિકાસમાંથી થતી આવક પણ ઝડપથી ઘટી રહી છે.

ગ્રાહકોને આકર્ષવા માટે ઈરાને તેલના ભાવમાં ભારે ઘટાડો કરવો પડ્યો છે. જો કે, ભૂતકાળમાં મોંઘા ભાવે તેલ વેચીને ઈરાને સારી કમાણી કરી હતી, જેના કારણે તે અત્યારે આ આર્થિક ઝટકા સામે ટકી રહ્યું છે. પરંતુ જો આ નાકાબંધી લાંબી ચાલશે, તો ઈરાનની મુશ્કેલીઓ ખૂબ વધી જશે.

<

સંબંધિત પોસ્ટ્સ

પાકિસ્તાનમાં મોટો ફિદાયીન હુમલો: સૈનિકોથી ભરેલી ટ્રેનને બોમ્બથી ઉડાવી, 24ના મોત

praxpatel

અમેરિકાની ‘Naughty and Nice’ લિસ્ટ: જાણો કયા NATO દેશો પર તોળાઈ રહ્યું છે સંકટ?

praxpatel

શ્રીલંકાના વૃદ્ધાશ્રમમાં ભીષણ આગ: 11 વૃદ્ધોના મોત, 7 ગંભીર રીતે દાઝ્યા

praxpatel