Gujarat Plus
Breaking News
અન્ય

ગિરનાર પર સિંહના હુમલામાં બાળકના મોત બાદ સરકાર એક્શનમાં: જાણો યાત્રાળુઓની સુરક્ષા માટેના 5 મોટા નિર્ણયો અને નવી SOP

ગિરનાર પર સિંહના હુમલામાં બાળકના મોત બાદ સરકાર એક્શનમાં: જાણો યાત્રાળુઓની સુરક્ષા માટેના 5 મોટા નિર્ણયો અને નવી SOP

જૂનાગઢના ગિરનાર વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં તાજેતરમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાને પગલે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. ગિરનારની નવી સીડી પર સિંહના હુમલામાં એક ૧૧ વર્ષના માસૂમ બાળકના મોત બાદ વન વિભાગ સફાળું જાગ્યું છે. આ મામલે લેટેસ્ટ Junagadh Girnar News સામે આવ્યા છે. ભવિષ્યમાં આવી કોઈ દુઃખદ ઘટના ફરી ન બને તે માટે વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં યાત્રાળુઓની સુરક્ષા માટે ૫ મોટા અને કડક નિર્ણયો લેવાયા છે.

શું હતી સમગ્ર ઘટના?

ખેડા જિલ્લાનો ૧૧ વર્ષીય બાળક મયુર ચૌહાણ પોતાના પરિવાર સાથે ગિરનારની યાત્રાએ આવ્યો હતો. ગિરનારની નવી સીડી માર્ગ પર અંદાજે ૫૦માં પગથિયા નજીક અચાનક એક સિંહે આ માસૂમ બાળક પર હુમલો કરી દીધો હતો. આ કાળજું કંપાવનારી ઘટનામાં બાળકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ વન્યજીવ વિસ્તારમાં યાત્રાળુઓની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થયા હતા.

ગાંધીનગરમાં યોજાઈ હાઈલેવલ બેઠક

ઘટનાની ગંભીરતાને જોઈને વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવિણ માળીની ઉપસ્થિતિમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વન્યજીવોના સંરક્ષણ અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે.

યાત્રાળુઓની સુરક્ષા માટે સરકારના 5 મોટા નિર્ણયો

1. સીડી માર્ગ બનશે ‘સાયલન્સ ઝોન’: ગિરનાર અને દાતાર સીડી માર્ગને હવે સત્તાવાર રીતે ‘સાયલન્સ ઝોન’ જાહેર કરવામાં આવશે. આ વિસ્તારમાં યાત્રાળુઓ ઘોંઘાટ કરી શકશે નહીં, જેથી વન્યજીવોને કોઈ ખલેલ ન પહોંચે અને માનવ-વન્યજીવ સંઘર્ષ અટકાવી શકાય.

2. કાયમી ચેકપોસ્ટ અને મોનિટરિંગ: ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં જ્યાં હિંસક વન્યજીવોની અવરજવર વધુ હોય તેવા સંવેદનશીલ સ્થળોની ઓળખ કરવામાં આવશે. આ તમામ પોઈન્ટ્સ પર વન વિભાગની કાયમી ચેકપોસ્ટ બનાવવામાં આવશે.

3. થર્મલ ડ્રોનથી સર્વેલન્સ: જંગલ અને સીડી માર્ગની આસપાસના વિસ્તારોમાં સિંહ કે અન્ય વન્યજીવોની હિલચાલ પર નજર રાખવા માટે હાઈટેક ‘થર્મલ ડ્રોન’ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

4. 25 કાયમી ટ્રેકર્સ તહેનાત: ગિરનાર પર્વત પર આવતા ભક્તો અને પ્રવાસીઓની સુરક્ષા માટે વન વિભાગના ૨૫ ખાસ ટ્રેકર્સ કાયમી ધોરણે પેટ્રોલિંગ અને વોચ રાખશે.

5. નવી સાર્વત્રિક SOPનો અમલ: જૂનાગઢ કલેક્ટરના અધ્યક્ષસ્થાને વન વિભાગ, પોલીસ અને વહીવટી તંત્રના સંકલન સાથે એક નવી સર્વગ્રાહી SOP તૈયાર કરવામાં આવશે. આનાથી કટોકટીના સમયે તાકીદે ઇમરજન્સી રિસ્પોન્સ આપી શકાશે.

સંબંધિત પોસ્ટ્સ

મુંબઈના મેયર પદ માટે શિવસેના-ભાજપ વચ્ચે ખેંચતાણ?

ANIL PATEL

સરકાર સાથે સમાધાન કરીને કિસાન સંઘ ફસાયું ! વિદ્રોહ ફાટી નિકળ્યું !

ANIL PATEL

અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય: પરિણીત પુરુષ લિવ-ઈનમાં રહે તો તે ગુનો નથી

praxpatel