Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાષ્ટ્રીય

તમિલનાડુમાં દારૂની દુકાનોના કર્મચારીઓનો પગાર 25% વધ્યો, 20 વર્ષમાં પહેલીવાર સરકારે લીધો મોટો નિર્ણય

તમિલનાડુમાં દારૂની દુકાનોના કર્મચારીઓનો પગાર 25% વધ્યો, 20 વર્ષમાં પહેલીવાર સરકારે લીધો મોટો નિર્ણય

તમિલનાડુમાં સરકારી દારૂની દુકાનો (TASMAC)માં કામ કરતા કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યની વિજય સરકારે આ કર્મચારીઓના પગારમાં 25 ટકાનો મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. છેલ્લા 20 વર્ષમાં આ કર્મચારીઓના પગાર માળખામાં કરવામાં આવેલો આ સૌથી મોટો ફેરફાર છે.

ભ્રષ્ટાચાર અને ઓવરપ્રાઈઝિંગ રોકવા માટે લીધો નિર્ણય

સરકારના જણાવ્યા અનુસાર, આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ દારૂની દુકાનોમાં થતા ભ્રષ્ટાચારને અટકાવવાનો છે.

અત્યાર સુધી એવી ફરિયાદો વ્યાપક હતી કે કર્મચારીઓ ગ્રાહકો પાસેથી દારૂની બોટલ દીઠ 10 રૂપિયા વધારે (એક્સ્ટ્રા) વસૂલતા હતા. રાજ્યના મંત્રી વિગ્નેશે જણાવ્યું કે, પગાર વધારવાથી કર્મચારીઓમાં જવાબદારી વધશે અને તેઓ ગ્રાહકો પાસેથી નક્કી કરેલી કિંમત કરતાં વધુ પૈસા વસૂલવાનું બંધ કરશે.

20 વર્ષમાં પહેલીવાર પગારમાં આવડો મોટો વધારો

તમિલનાડુ સરકારનું માનવું છે કે કર્મચારીઓનું વેતન સારું હોવાથી ભ્રષ્ટાચાર ઓછો થશે. મંત્રી વિગ્નેશે સ્પષ્ટ કર્યું કે છેલ્લા બે દાયકામાં TASMAC કર્મચારીઓના વેતનમાં આ સ્તરનો વધારો ક્યારેય કરવામાં આવ્યો ન હતો. આ નવા નિર્ણયથી હજારો કર્મચારીઓનું કલ્યાણ થશે અને ગ્રાહકોની જૂની ફરિયાદોનો અંત આવશે.

મુખ્યમંત્રી વિજયે અગાઉ 717 દુકાનો બંધ કરાવી હતી

આ પગાર વધારાની જાહેરાત મુખ્યમંત્રી જોસેફ વિજયના એ આદેશના થોડા મહિનાઓ પછી આવી છે, જેમાં તેમણે સંવેદનશીલ વિસ્તારોમાંથી દારૂની દુકાનો હટાવવાનો નિર્ણય કર્યો હતો. તમિલનાડુમાં કુલ 4,765 TASMAC દુકાનો છે, જેમાંથી સરકારે ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને બસ સ્ટેન્ડની 500 મીટરની ત્રિજ્યામાં આવતી 717 દુકાનો બંધ કરાવી દીધી છે. જેમાં:

  • ધાર્મિક સ્થળો પાસેની 276 દુકાનો

  • શાળાઓ/કોલેજો પાસેની 186 દુકાનો

  • બસ સ્ટેન્ડ નજીકની 255 દુકાનો સામેલ છે.

સરકારે આ પગલાને જાહેર સ્થળો પર દારૂની સરળ ઉપલબ્ધતા ઘટાડવા માટે એક મોટા સામાજિક સુધારા તરીકે રજૂ કર્યો હતો.

સંબંધિત પોસ્ટ્સ

IPL ક્રિકેટર અભિષેક પોરેલની ધરપકડ! લગ્નની લાલચ આપી દુષ્કર્મ અને પ્રાઇવેટ વિડિયો શૂટ કરવાનો લાગ્યો આરોપ

praxpatel

રશિયા અને ઈરાનની દોસ્તીએ અમેરિકાનું ટેન્શન વધાર્યું! પુતિને કહ્યું- ‘અમે ઈરાન સાથે ઉભા છીએ’

praxpatel

મહિલા ડોક્ટર સાથે મારપીટ કરનાર શિવસેના કાઉન્સિલર રમેશ મ્હાત્રેએ કર્યું સરન્ડર, હાઈકોર્ટે ફટકારી હતી ફટકાર

praxpatel