Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

અમેરિકા સાથે તણાવ વચ્ચે ઇઝરાયેલના PM નેતન્યાહુએ ભારતને ગણાવ્યું ‘ખાસ મિત્ર’, જેડી વેન્સને આપ્યો જડબાતોડ જવાબ

અમેરિકા સાથે તણાવ વચ્ચે ઇઝરાયેલના PM નેતન્યાહુએ ભારતને ગણાવ્યું 'ખાસ મિત્ર', જેડી વેન્સને આપ્યો જડબાતોડ જવાબ

અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા આંતરિક તણાવ વચ્ચે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. નેતન્યાહુએ ભારતને ઇઝરાયેલના સૌથી મજબૂત અને ખાસ મિત્ર દેશોમાંથી એક ગણાવ્યો છે.

જેડી વેન્સના નિવેદનનો વિરોધ કર્યો

તાજેતરમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે એક નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, “અમેરિકા જ ઇઝરાયેલનો એકમાત્ર શક્તિશાળી સાથી દેશ છે, તેથી ઇઝરાયેલે અમેરિકાની ટીકા કરવાથી બચવું જોઈએ.” જેડી વેન્સના આ અહંકારી નિવેદન પર પીએમ નેતન્યાહુએ વળતો પ્રહાર કર્યો છે અને ભારતનું નામ લઈને તેમને અરીસો બતાવ્યો છે.

‘ભારત જેવા દેશો તરફથી અમને જબરદસ્ત સમર્થન’

ફોક્સ ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યુમાં નેતન્યાહુએ કહ્યું કે, “હું જેડી વેન્સનું સન્માન કરું છું, પણ હું તેમની દરેક વાત સાથે સહમત નથી. વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પ અમારા શ્રેષ્ઠ મિત્ર રહ્યા છે. પરંતુ, અમારે ભારત નામનો એક બીજો નાનો મિત્ર દેશ પણ છે. તમે જાણો છો ને કે ત્યાં ૧.૪ અબજ (૧૪૦ કરોડ) લોકો રહે છે અને સાચું કહું તો અમને ભારત તરફથી જબરદસ્ત સમર્થન મળે છે.”

મીડિયાના પ્રોપેગેન્ડાને ફગાવ્યો

નેતન્યાહુએ ભારપૂર્વક જણાવ્યું કે સોશિયલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં ભલે ઇઝરાયેલની ગમે તેટલી આલોચના થતી હોય, પણ વાસ્તવિકતા અલગ છે. દુનિયાના ઘણા દેશો તેમની સાથે છે. તેમણે કહ્યું, “દુનિયાના કેટલાય મોટા નેતાઓ મને ફોન કરીને કહે છે કે, ‘અમારે ત્યાં પબ્લિક ઓપિનિયનને લઈને થોડી સમસ્યા છે, પણ અમે તમારું સન્માન કરીએ છીએ.’ ઘણા દેશો અમારી સેનાની ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સાયબર સિક્યોરિટીની મદદ માંગી રહ્યા છે.”

ઇઝરાયેલ ટેકનોલોજીમાં વર્લ્ડ લીડર

નેતન્યાહુએ ગર્વથી ઉમેર્યું કે સાયબર ક્ષેત્રે ઇઝરાયેલ દુનિયાનો બીજો સૌથી મોટો દેશ છે અને તેમની ટેકનોલોજી બેજોડ છે. તેથી દુનિયામાં ઇઝરાયેલના મિત્રોની કોઈ કમી નથી.

સંબંધિત પોસ્ટ્સ

અમદાવાદની ચોંકાવનારી ઘટના: હત્યાના પ્રયાસના ગુનાથી બચાવવા દીકરાને સગીર બતાવવા માતાએ ખોટું LC રજૂ કર્યું!

praxpatel

‘તેને ટીમમાંથી બહાર કરો!’: 25 કરોડના ખેલાડી પર સુનીલ ગાવસ્કર લાલઘૂમ, KKR ને આપી આખરી ચેતવણી

praxpatel

2-2 વખત ડૉક્યુમેન્ટ આપ્યા છતાં મતદાર યાદીમાંથી જજનું નામ ગાયબ, પૂર્વ જજે કહ્યું- ‘સમજાતું જ નથી..’

praxpatel