Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

આવતીકાલથી ગુજરાતમાં ‘વસ્તી ગણતરી-2027’નો પ્રારંભ: જાણો કયા 33 પ્રશ્નો પૂછાશે, માહિતી ન આપી તો દંડ

આવતીકાલથી ગુજરાતમાં ‘વસ્તી ગણતરી-2027’નો પ્રારંભ: જાણો કયા 33 પ્રશ્નો પૂછાશે, માહિતી ન આપી તો દંડ

ગુજરાતમાં આવતીકાલે એટલે કે ૧ જૂન ૨૦૨૬ થી ‘જનગણના-૨૦૨૭’ નો વિધિવત પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ દેશની ૧૬મી અને આઝાદી પછીની ૮મી વસ્તી ગણતરી છે. આ વખતની સૌથી મોટી ખાસિયત એ છે કે આ જનગણના સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. આ અગાઉ છેલ્લે વર્ષ ૨૦૧૧માં વસ્તી ગણતરી કરવામાં આવી હતી.

બે તબક્કામાં થશે કામગીરી

વસ્તી ગણતરીની પ્રક્રિયાને બે મુખ્ય ભાગમાં વહેંચવામાં આવી છે:

  1. પ્રથમ તબક્કો (૧ જૂન થી ૩૦ જૂન, ૨૦૨૬): આ તબક્કામાં ઘર-યાદી અને મકાનોની ગણતરી (HLO) કરવામાં આવશે. જેમાં આવાસની સ્થિતિ અને સુવિધાઓને લગતા પ્રશ્નો પૂછાશે.

  2. બીજો તબક્કો (૯ ફેબ્રુઆરી થી ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૭): આ સમયગાળા દરમિયાન મુખ્ય વસ્તી ગણતરી (PE) અને સાથે-સાથે જાતિ ગણતરી (Caste Census) પણ પૂર્ણ કરવામાં આવશે.

૧ લાખથી વધુ કર્મચારીઓની ટીમ સજ્જ

આ મહાઅભિયાનને સફળ બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા મોટી તૈયારીઓ કરવામાં આવી છે:

  • રાજ્યભરમાં ૧,૦૯,૦૩૮ ગણતરીદારો અને ૧૮,૨૫૪ સુપરવાઇઝર્સ ફિલ્ડમાં ઉતરશે.

  • આ કામગીરી માટે કુલ ૧,૧૦,૫૯૮ હાઉસ લિસ્ટિંગ બ્લોક્સ (HLBs) બનાવવામાં આવ્યા છે.

  • આખી પ્રક્રિયા માટે એન્ડ્રોઇડ અને iOS એપ તૈયાર કરાઈ છે, જે ગુજરાતી સહિત ૧૬ ભાષાઓમાં કામ કરશે.

‘સ્વ-ગણતરી’ નો નવો ડિજિટલ વિકલ્પ

આ વખતે નાગરિકોને પોતે જ ઓનલાઇન ફોર્મ ભરવા માટે ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration) નો વિશેષ વિકલ્પ અપાયો હતો. ૧૭ થી ૩૧ મે ૨૦૨૬ સુધી ચાલેલી આ ઝુંબેશમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ૩.૭૪ લાખથી વધુ નાગરિકોએ ઘરે બેઠા ઓનલાઇન ફોર્મ ભરી દીધા છે. જે લોકોએ આ ફોર્મ ભર્યા છે, તેમના ઘરે ગણતરીદારો રૂબરૂ જશે નહીં.

ઘર અને મિલકતને લગતા પૂછાશે આ ૩૩ પ્રશ્નો

પ્રથમ તબક્કામાં ગણતરીદારો જ્યારે ઘરે આવશે ત્યારે નીચે મુજબના મુખ્ય પ્રશ્નો પૂછવામાં આવશે:

મકાન અને પરિવારની વિગતો સુવિધાઓ અને બળતણ ઘરની અસ્કયામતો / વાહનો
૧. મકાન અને સોસાયટી નંબર ૧૬. પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત ૨૫. રેડિયો અથવા ટ્રાન્ઝિસ્ટર
૨. વસ્તી ગણતરી ઘર નંબર ૧૭. પાણીની આખું વર્ષ ઉપલબ્ધતા ૨૬. ટેલિવિઝન (TV)
૩. ઘરના ફ્લોરની સામગ્રી ૧૮. પ્રકાશનો મુખ્ય સ્ત્રોત (વીજળી/સોલાર) ૨૭. ઇન્ટરનેટ એક્સેસ
૪. દીવાલો કઈ સામગ્રીની છે? ૧૯. શૌચાલયની સુવિધા છે કે નહીં? ૨૮. લેપટોપ અથવા કમ્પ્યુટર
૫. છત બનાવવા વપરાયેલી સામગ્રી ૨૦. શૌચાલયનો પ્રકાર (ફ્લશ કે પિટ) ૨૯. ટેલિફોન અથવા મોબાઇલ ફોન
૬. ઘરનો ઉપયોગ (રહેણાંક કે દુકાન) ૨૧. ગંદા પાણી નિકાલની વ્યવસ્થા ૩૦. સાયકલ, સ્કૂટર કે મોપેડ
૭. ઘરની હાલની સ્થિતિ ૨૨. સ્નાન માટે બાથરૂમની સુવિધા ૩૧. કાર, જીપ કે વાન છે?
૮ થી ૧૨. મુખિયાનું નામ, લિંગ અને જ્ઞાતિ ૨૩. રસોડું અને LPG/PNG કનેક્શન ૩૨. ખોરાકમાં વપરાતું મુખ્ય અનાજ
૧૩ થી ૧૫. રૂમ અને પરિણીત યુગલોની સંખ્યા ૨૪. રસોઈ માટેનું મુખ્ય બળતણ ૩૩. વસ્તી ગણતરી માટેનો મોબાઇલ નંબર

માહિતી ગુપ્ત રહેશે, પણ ખોટી માહિતી આપવા પર દંડ

મહત્વનો નિયમ: જનગણના અધિનિયમ, ૧૯૪૮ હેઠળ એકત્રિત કરાયેલી તમામ વ્યક્તિગત માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. તેનો ઉપયોગ કાનૂની કે ઇન્કમ ટેક્સની કાર્યવાહી માટે થઈ શકશે નહીં. પરંતુ, દેશના દરેક નાગરિકે સાચી માહિતી આપવી કાનૂની રીતે ફરજિયાત છે. જો કોઈ માહિતી આપવાનો ઇનકાર કરશે તો કાયદા હેઠળ દંડની જોગવાઈ કરવામાં આવી છે.

કોઈપણ પ્રકારની મૂંઝવણ કે પૂછપરછ માટે સરકાર દ્વારા જાહેર કરાયેલા ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1855 અથવા ઓફિશિયલ વેબસાઇટ www.censusindia.gov.in નો સંપર્ક કરી શકાશે.

< /p>

સંબંધિત પોસ્ટ્સ

પાકિસ્તાનનો નવો દાવ: ઈરાન-અમેરિકા વાર્તા ફેલ છતાં સાઉદી અને કતાર પાસેથી મેળવ્યું 5 અબજ ડોલરનું પેકેજ

praxpatel

કલેકટર પર દબાણ કરવામાં આવ્યું, માટે કલેક્ટરે પોતાની વાત ફેરવી તોળી: ચૈતર વસાવા

ANIL PATEL

ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનું જોર વધ્યું, સૌથી ઓછું તાપમાન અમરેલીમાં નોંધાયું

Maheriya Nirali