આજકાલ વાળની સંભાળ માટે બજારમાં અનેક પ્રકારના શેમ્પૂ અને હેર પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. પરંતુ આ પ્રોડક્ટ્સમાં રહેલા કેમિકલ્સ વાળને લાંબે ગાળે મોટું નુકસાન પહોંચાડે છે. આ જ કારણે હવે લોકો ફરીથી કુદરતી અને આયુર્વેદિક વસ્તુઓ તરફ વળી રહ્યા છે. સદીઓથી વાળની સુંદરતા વધારવા માટે મુલતાની માટી(Multani Mitti) નો ઉપયોગ કરવામાં આવે છે. મિનરલ્સથી ભરપૂર મુલતાની માટી વાળ માટે વરદાન સમાન છે.
વાળમાં મુલતાની માટી લગાવવાના 7 મોટા ફાયદા:
-
બ્લડ સર્ક્યુલેશન સુધારે છે: નિયમિત રીતે મુલતાની માટીલગાવવાથી સ્કેલ્પમાં રક્ત પરિભ્રમણ (Blood Circulation) સારું થાય છે. તેનાથી વાળના મૂળને પૂરતું પોષણ મળે છે, જેથી નવા વાળ ઉગે છે અને વાળ ખરતા અટકે છે.
-
દુર્ગંધ દૂર કરે છે: જો પરસેવાના કારણે વાળમાંથી ખરાબ ગંધ આવતી હોય, તો મુલતાની માટી શ્રેષ્ઠ ઉપાય છે. તે સ્કેલ્પમાંથી તમામ ટોક્સિન્સ અને ખરાબ ગંધને શોષી લે છે, જેથી માથું સાફ અને ફ્રેશ રહે છે.
-
ઇન્ફેક્શન અને ડેન્ડ્રફ સામે રક્ષણ: સ્કેલ્પમાં થતા ઇન્ફેક્શન જેવા કે ખોડો (Dandruff) અને એક્ઝિમાની સમસ્યાને મુલતાની માટી રોકે છે. તે માથામાં થતી ખંજવાળ અને બળતરાને શાંત કરે છે.
-
બે ફાંટાવાળા વાળથી છુટકારો: મુલતાની માટી વાળની ગુણવત્તા સુધારે છે. તે વાળના નીચેના ભાગમાં થતા બે ફાંટાવાળા વાળ (Split Ends) ની સમસ્યાને ઠીક કરીને વાળને ચમકદાર બનાવે છે.
-
ડીપ કન્ડિશનિંગ: જે લોકોના વાળ શુષ્ક અને બેજાન હોય, તેમના માટે મુલતાની માટીનું હેર પેક ઉત્તમ છે. તે વાળને મૂળથી લઈને છેડા સુધી ડીપ કન્ડિશનિંગ કરે છે અને કુદરતી ચમક આપે છે.
-
વાળને કુદરતી રીતે સ્ટ્રેટ કરે છે: બજારના કેમિકલવાળા સ્મૂધનિંગ અને સ્ટ્રેટનિંગ પ્રોડક્ટ્સ વાળને બગાડે છે. મુલતાની માટીનો હેર પેક વાળને કુદરતી રીતે સીધા (Straight) રાખવામાં મદદ કરે છે.
-
વાળની ડ્રાયનેસ દૂર કરે છે: હવામાન બદલાતા વાળ ખૂબ જ રૂખા અને ડ્રાય થઈ જાય છે. વાળમાં નમી અને હાઇડ્રેશન પાછું લાવવા માટે મુલતાની માટી ખૂબ જ ફાયદાકારક છે.
વાળમાં મુલતાની માટીનો ઉપયોગ કેવી રીતે કરવો?
મુલતાની માટીને દહીં, એલોવેરા જેલ અથવા સાદા પાણી સાથે મિક્સ કરીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. આ હેર પેકને વાળ અને સ્કેલ્પ પર બરાબર લગાવો. થોડીવાર રાખ્યા બાદ વાળને કોઈ માઈલ્ડ અથવા આયુર્વેદિક શેમ્પૂથી ધોઈ લો. તેનાથી વાળ એકદમ સિલ્કી અને સોફ્ટ થઈ જશે.
