Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

RTI એક્ટના 20 વર્ષ: હર્ષ સંઘવીના હસ્તે ‘માહિતીનો અધિકાર- બે દાયકાની સફર’ પુસ્તકનું વિમોચન

RTI

અમદાવાદના ગુજસેલ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ “માહિતીનો અધિકાર- બે દાયકાની સફર” પુસ્તકનું વિમોચન કર્યું હતું. માહિતી અધિકાર અધિનિયમ (RTI Act)-2005 ના 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત માહિતી આયોગ દ્વારા આ વિશેષ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે.

rti પુસ્તકની મુખ્ય વિશેષતાઓ

ગુજરાત માહિતી આયોગનું આ ઇન-હાઉસ પ્રકાશન RTI ક્ષેત્રે સંશોધન કરનારા અને સામાન્ય જનતા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. આ પુસ્તકમાં નીચે મુજબની વિગતો આવરી લેવામાં આવી છે:

  • માહિતીનો અધિકાર એક્ટની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ.

  • કેન્દ્ર અને રાજ્ય સરકારના મહત્વના હુકમો અને નિયમો.

  • સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના 201 મહત્વપૂર્ણ ચુકાદાઓનો સંગ્રહ.

  • ગુજરાત માહિતી આયોગની કાર્યપદ્ધતિ અને આંકડાકીય માહિતી.

વહીવટમાં પારદર્શિતાનું સશક્ત માધ્યમ

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વહીવટમાં પારદર્શિતા અને જવાબદારી લાવવા માટે RTI એક સશક્ત માધ્યમ છે. આ પુસ્તક કર્મયોગીઓ અને જનસામાન્ય માટે એક માર્ગદર્શિકા (Guide) તરીકે કામ કરશે.

આ કાર્યક્રમમાં માહિતી આયોગના ઉચ્ચ અધિકારીઓ અને અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત પોસ્ટ્સ

નૂર અહમદના ધાકડ કમબેક પાછળ કોનો હાથ? 4 મેચમાં માત્ર 1 વિકેટ લેનાર સ્પિનરે કેવી રીતે પલટી નાખી બાજી!

praxpatel

પશ્ચિમ બંગાળ : TMCના 19 બળવાખોર સાંસદોનું લિસ્ટ જાહેર, શત્રુઘ્ન સિંહા અને સયાની ઘોષ પણ સામેલ

praxpatel

સુરેન્દ્રનગરમાં દુષિત પાણી પીવા લોકો મજબુર, રોગચાળો ફાટશે તો કોણ જવાબદાર

Maheriya Nirali