Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

Dwarka News: ભાણવડ પોલીસનો સપાટો, વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી

Dwarka News: ભાણવડ પોલીસે ગળું ગામેથી i20 કારમાં લઈ જવાતો 62 બોટલ વિદેશી દારૂ ઝડપ્યો છે. બુટલેગર ફરાર, પોલીસે 4.78 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ સતર્ક બની છે. ભાણવડ પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે ગળું ગામ પાસે એક શંકાસ્પદ i20 કારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસને જોઈ બુટલેગરે કાર ભગાવતા પોલીસ દ્વારા ફિલ્મી ઢબે પીછો કરવામાં આવ્યો હતો.

4.78 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

પોલીસના ડરથી બુટલેગર પોતાની i20 કાર માર્ગ પર જ છોડીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. પોલીસ દ્વારા જ્યારે કારની તલાશી લેવામાં આવી, ત્યારે તેમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 62 બોટલો મળી આવી હતી. પોલીસે રૂપિયા 28,100ની કિંમતનો દારૂ અને રૂપિયા 4,50,000ની કિંમતની કાર મળી કુલ રૂપિયા 4,78,100નો મુદ્દામાલ કબજે કર્યો છે

બુટલેગરને પકડવા તપાસ તેજ

ભાણવડ પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસે ફરાર થઈ ગયેલા બુટલેગરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ગાડીના રજિસ્ટ્રેશન નંબરના આધારે તેના માલિક સુધી પહોંચવા અને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તથા કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસની આ ત્વરિત કામગીરીથી સ્થાનિક બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે

 

સંબંધિત પોસ્ટ્સ

રોકાણકારો સાવધાન! યુદ્ધના કારણે સોનું અને ચાંદી થશે મોંઘા? શેરબજારમાં મોટું ગાબડું પડવાની આશંકા

aminparmar

સિંગાપોરમાં નિર્માણ પામશે ભવ્ય હિન્દુ મંદિર: સરકારે ફાળવી જમીન, જાણો કયા દેવતાઓને હશે સમર્પિત

praxpatel

નરોડામાં પિતા- પુત્ર સહિત ત્રણ લોકો અને કાગડાપીઠમાં ચાર લોકોને તલવાર અને પાઇપ વડે મારામારી કરી, સારવાર માટે ખસેડવા પડ્યા

aminparmar