વિશાખાપટ્ટનમની લિટલ ગાર્ડન સ્કૂલમાં LKG માં અભ્યાસ કરતા 6 વર્ષના માસૂમ વિદ્યાર્થી પ્રણય તેજનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યું છે. પરિવારે ગંભીર આક્ષેપ કર્યો છે કે હોમવર્ક પૂરું ન કરવા બદલ શિક્ષકે બાળકને માર માર્યો અને આકરો ઠપકો આપ્યો હતો. આ ઘટના બાદ બાળક એટલી હદે ડરી ગયો કે તે રડવા લાગ્યો, સતત ખાંસી આવવા લાગી અને થોડી જ વારમાં તે શિક્ષક પર ઢળી પડીને બેભાન થઈ ગયો હતો.
મુખ્ય મુદ્દા (Highlights):
-
વિશાખાપટ્ટનમની લિટલ ગાર્ડન સ્કૂલમાં LKGના 6 વર્ષના વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત.
-
પરિવારે હોમવર્ક બાબતે શિક્ષક પર મારપીટ અને માનસિક ત્રાસનો આક્ષેપ લગાવ્યો.
-
CCTV ફૂટેજમાં શિક્ષક બાળકને ઠપકો આપતા કેદ, પોલીસે તપાસ હાથ ધરી.
CCTV ફૂટેજમાં શિક્ષક ઠપકો આપતા જોવા મળ્યા
બાળકની તબિયત લથડતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પરિવારના જણાવ્યા અનુસાર, હોસ્પિટલ પહોંચતાં પહેલાં જ બાળકનું મોત નીપજ્યું હતું. પોલીસે સ્કૂલના CCTV ફૂટેજ કબજે લીધા છે, જેમાં શિક્ષક બાળકને ઠપકો આપતા સ્પષ્ટપણે જોવા મળે છે. બાળકના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.
A 6-year-old UKG student, Pranay Teja, died after at a private school. His family alleges he was beaten by a teacher over unfinished homework. Police are investigating, the exact cause of death awaits medical and postmortem findings. Family members have staged a protest at KGH,… pic.twitter.com/HQG7NIAu9C
— Ashish (@KP_Aashish) August 20, 2026
પરિવારની કડક કાર્યવાહીની માંગ અને પોલીસ તપાસ
પરિવારજનોએ જણાવ્યું કે તેમનો દીકરો હસતો-રમતો સ્કૂલે ગયો હતો, પરંતુ જીવતો પાછો ન ફર્યો. પરિવારે આ મામલે નિષ્પક્ષ તપાસ અને જવાબદાર શિક્ષક સામે કડક કાનૂની કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે કેસ નોંધીને CCTV ફૂટેજ, પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો અને અન્ય પુરાવાઓ એકત્ર કરવાની કવાયત શરૂ કરી છે.
જિલ્લા શિક્ષણાધિકારીનું નિવેદન
જિલ્લા શિક્ષણાધિકારી પ્રેમ કુમારે આ ઘટના અંગે જણાવ્યું હતું કે, “લિટલ ગાર્ડન સ્કૂલમાં એક અત્યંત ગંભીર અને દુઃખદ ઘટના બની છે. શિક્ષકના કથિત માર બાદ વિદ્યાર્થીનું મોત થયું હોવાની માહિતી મળતાં જ એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી, પરંતુ સારવાર મળે તે પહેલાં જ બાળકનું મોત થઈ ચૂક્યું હતું. અમે આ સમગ્ર મામલાનો વિસ્તૃત અહેવાલ ઉચ્ચ અધિકારીઓને સોંપીશું અને જવાબદાર શિક્ષક તેમજ સ્કૂલ સંચાલકો સામે કડક પગલાં લેવામાં આવશે.”
