Gujarat Plus
Breaking News
બિઝનેસ

માત્ર ₹4.69 લાખમાં 6 એરબેગ્સ! ટાટાએ લોન્ચ કરી દેશની સૌથી સસ્તી CNG કાર, ઓટો માર્કેટમાં મચાવી ધમાલ

માત્ર ₹4.69 લાખમાં 6 એરબેગ્સ! ટાટાએ લોન્ચ કરી દેશની સૌથી સસ્તી CNG કાર, ઓટો માર્કેટમાં મચાવી ધમાલ

ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં સુરક્ષા અને બજેટને ધ્યાનમાં રાખીને અગ્રણી કાર નિર્માતા કંપની ટાટા મોટર્સ (Tata Motors) એ મોટો ધડાકો કર્યો છે. ટાટાએ તેની પોપ્યુલર હેચબેક કાર ટિઆગોનું નવું ફેસલિફ્ટ મોડલ (Tata Tiago Facelift) લોન્ચ કરી દીધું છે. આ નવી કાર માત્ર ₹4,69,990 (એક્સ-શોરૂમ) ની શરૂઆતી કિંમતે 6 એરબેગ્સ સાથે દેશની સૌથી સસ્તી પેટ્રોલ કાર બની ગઈ છે.

આટલું જ નહીં, આ કારના સીએનજી (CNG) વેરિઅન્ટની શરૂઆતી કિંમત પણ માત્ર ₹5,79,990 રાખવામાં આવી છે, જે તેને ભારતની સૌથી સસ્તી 6 એરબેગ્સ વાળી સીએનજી કાર બનાવે છે. ટાટાના આ લોન્ચિંગથી માર્કેટમાં અન્ય કંપનીઓની ચિંતા વધી ગઈ છે.

ટાટા પંચ પાસેથી છીનવ્યો સૌથી સસ્તી સેફ કારનો તાજ

આ વર્ષની શરૂઆતમાં લોન્ચ થયેલી ટાટા પંચ (Tata Punch) 6 એરબેગ્સ અને 5-સ્ટાર સેફ્ટી રેટિંગ સાથે દેશની સૌથી સસ્તી સેફ કાર હતી. પરંતુ હવે નવી ટિઆગો ફેસલિફ્ટે આ તાજ પોતાના નામે કરી લીધો છે.

  • બુકિંગ અને ટેસ્ટ ડ્રાઈવ: કંપનીએ નવી ટિઆગોનું બુકિંગ ઓફિશિયલી શરૂ કરી દીધું છે. ગ્રાહકો નજીકના ડીલરશીપ પર જઈને ટેસ્ટ ડ્રાઈવ માટે પણ રિક્વેસ્ટ કરી શકે છે.

  • ડિલિવરી ક્યારે શરૂ થશે? 28 મેના રોજ લોન્ચ થયેલી આ કારની ડિલિવરી જૂન મહિનાના અંતમાં અથવા જુલાઈની શરૂઆતમાં શરૂ થવાની સંભાવના છે.

દરેક વેરિઅન્ટમાં મળશે સ્ટાન્ડર્ડ 6 એરબેગ્સ

ટાટા મોટર્સે ગ્રાહકોની સુરક્ષા સાથે કોઈ સમજૂતી કરી નથી. કંપની આ કારના બેઝ મોડલ એટલે કે શરૂઆતી વેરિઅન્ટથી જ 6 એરબેગ્સ સ્ટાન્ડર્ડ તરીકે આપી રહી છે. આ કારને સીએનજી ઓપ્શન સાથે 5 અલગ-અલગ વેરિઅન્ટ્સમાં લોન્ચ કરવામાં આવી છે:

  1. સ્માર્ટ (Smart) – બેઝ મોડલ

  2. પ્યોર (Pure)

  3. પ્યોર પ્લસ (Pure Plus)

  4. પ્યોર પ્લસ એ (Pure Plus A)

  5. ક્રિએટિવ (Creative) – ટોપ મોડલ

તેના સીએનજી વેરિઅન્ટ્સની કિંમત ₹5,79,990 થી શરૂ થઈને ₹8,54,990 (એક્સ-શોરૂમ) સુધી જાય છે. કારના ટોપ વેરિઅન્ટ ‘ક્રિએટિવ’ માં 360-ડિગ્રી કેમેરા, વાયરલેસ મોબાઈલ ચાર્જર અને કનેક્ટેડ કાર ટેકનોલોજી જેવા તમામ એડવાન્સ ફીચર્સ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

સંબંધિત પોસ્ટ્સ

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સમાં મોટો કડાકો, રોકાણકારોના ₹9.43 લાખ કરોડ ધોવાયા

praxpatel

વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો: મે મહિના સુધીમાં દુનિયામાં આવી શકે છે મોટી આર્થિક કટોકટી, તેલના ભાવ 120 ડોલરને પાર

praxpatel

સાવધાન: હજારો કિલોમીટર દૂર લડાતું યુદ્ધ તમારા ઘરનું બજેટ બગાડશે, જાણો કઈ ચીજોના ભાવમાં આવશે તોતિંગ ઉછાળો

Maheriya Nirali