SBI ના ગ્રાહકો માટે રોકડ ઉપાડના નવા નિયમો જાહેર : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા બેઝિક સેવિંગ્સ બેન્ક ડિપોઝિટ (BSBD) ખાતાધારકો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. બેંકે શાખામાંથી રોકડ ઉપાડવા પર લાગતા સર્વિસ ચાર્જના નિયમોમાં સુધારો કર્યો છે, જે 1 ઓક્ટોબર, 2026થી લાગુ થશે.
નવા નિયમ મુજબ કેટલો ચાર્જ લાગશે?
-
મફત ઉપાડ મર્યાદા: દર મહિને બેંક બ્રાન્ચમાંથી 4 વખત વિનામૂલ્યે રોકડ ઉપાડી શકાશે.
-
વધારાનો ચાર્જ: મહિનામાં 4 ટ્રાન્ઝેક્શન પૂરા થયા પછી, 5મા ઉપાડથી દરેક ટ્રાન્ઝેક્શન પર ₹15 + GST ચાર્જ વસૂલવામાં આવશે.
-
લાગુ થવાની તારીખ: 1 ઓક્ટોબર, 2026.
-
કોને લાગુ પડશે: આ નવો નિયમ માત્ર BSBD (ઝીરો બેલેન્સ) ખાતાધારકો માટે જ છે, સામાન્ય સેવિંગ્સ ખાતાધારકોને નહીં.
BSBD ખાતાની મુખ્ય વિશેષતાઓ:
-
ઝીરો બેલેન્સ સુવિધા: આ ખાતામાં કોઈ મિનિમમ બેલેન્સ જાળવવાની જરૂર રહેતી નથી.
-
RuPay ડેબિટ કાર્ડ: ખાતાધારકને મફત RuPay એટીએમ કાર્ડ આપવામાં આવે છે.
-
ચેકબુક સુવિધા: આ પ્રકારના ખાતામાં ચેકબુક આપવામાં આવતી નથી.
-
એક જ ખાતાની મંજૂરી: BSBD ખાતું ધરાવનાર વ્યક્તિ SBIમાં અન્ય કોઈ સામાન્ય સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવી શકતી નથી.
