Gujarat Plus
Breaking News
ક્રાઇમતાજા સમાચાર

કારની લાલચમાં એન્જિનિયરિંગના 3 વિદ્યાર્થીઓ બન્યા હત્યારા: મદદ કરવાના બહાને વેપારીને પતાવી દીધો

કારની લાલચમાં એન્જિનિયરિંગના 3 વિદ્યાર્થીઓ બન્યા હત્યારા: મદદ કરવાના બહાને વેપારીને પતાવી દીધો

મહારાષ્ટ્રના નાગપુરમાં એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. લક્ઝરી કારની લાલચમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓ એ એક વેપારીની નિર્મમ હત્યા કરી નાખી. નાગપુર ક્રાઈમ બ્રાન્ચે ટેકનોલોજીની મદદથી માત્ર 24 કલાકમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

કોણ છે આરોપી વિદ્યાર્થીઓ ?

ધરપકડ કરાયેલા ત્રણેય આરોપી વિદ્યાર્થીઓ  નાગપુરની ખાનગી કોલેજમાં બીટેક (B.Tech) નો અભ્યાસ કરી રહ્યા છે:

  1. આર્યન શંડે: કમ્પ્યુટર સાયન્સ (બીજું વર્ષ)

  2. રિશાંક કાંબલે: મિકેનિકલ (બીજું વર્ષ)

  3. અનુજ બાઘમારે: મિકેનિકલ (બીજું વર્ષ) આરોપીઓની ઉંમર માત્ર 20 થી 22 વર્ષની વચ્ચે છે. મૃતકની ઓળખ વાડી વિસ્તારના વેપારી સુચિત ભોજાપુરે તરીકે થઈ છે, જે કાર સ્પેરપાર્ટ્સનો વ્યવસાય કરતા હતા.

મદદ કરવાના બહાને ખેલાયો ખૂની ખેલ

ઘટનાની વિગત મુજબ, ગુરુવારની રાત્રે વેપારી સુચિત નશાની હાલતમાં હતા. ત્રણેય વિદ્યાર્થીઓએ તેમને ઘરે છોડવાની ઓફર કરી. જ્યારે તેઓ સુચિતના ઘરે પહોંચ્યા ત્યારે ત્યાં તાળું હતું. સુચિતની પત્ની સાથે ફોન પર વાત કર્યા બાદ, આરોપીઓ તેમને પાછા મૂકવા જઈ રહ્યા હતા.

વચ્ચે રસ્તામાં ત્રણેયના મનમાં કાર પડાવી લેવાની લાલચ જાગી. તેઓ સુચિતને ખડગાવ રોડ પર એક નિર્જન સ્થળે લઈ ગયા અને માથામાં પથ્થર મારીને તેમની હત્યા કરી નાખી. લાશને સ્મશાન પાસેની ઝાડીઓમાં ફેંકીને તેઓ કાર અને મોબાઈલ લઈને ફરાર થઈ ગયા હતા.

હત્યા બાદ, આરોપીઓ કાર અને મોબાઇલ ફોન લઈને ભાગી ગયા. ત્યારબાદ તેઓએ કારનો રંગ બદલવાનું નક્કી કર્યું. જોકે, સવારે સ્મશાનગૃહ પાસે પોલીસને લાશ મળતાં જ તેમણે આરોપીને પકડવા માટે ટેકનિકલ તપાસનો ઉપયોગ કર્યો. વાડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જ્ઞાનેશ્વર ભેદોડકરે જણાવ્યું હતું કે આરોપીઓને શોધવા માટે એઆઈનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, અને હાલમાં ત્રણેય આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

AI ની મદદથી પોલીસને મળી સફળતા

પોલીસને સ્મશાન પાસે લાશ મળતા જ તપાસ તેજ કરી હતી. વાડી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જ્ઞાનેશ્વર ભેદોડકરના જણાવ્યા અનુસાર, AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું. આરોપીઓ કારનો રંગ બદલવાની ફિરાકમાં હતા, પરંતુ તે પહેલા જ પોલીસે તેમને દબોચી લીધા.

સંબંધિત પોસ્ટ્સ

IPL 2026 શેડ્યૂલ જાહેર: 28 માર્ચથી થશે પ્રારંભ, પ્રથમ મેચમાં ચેમ્પિયન RCB અને SRH વચ્ચે જંગ

praxpatel

નરોડામાં પિતા- પુત્ર સહિત ત્રણ લોકો અને કાગડાપીઠમાં ચાર લોકોને તલવાર અને પાઇપ વડે મારામારી કરી, સારવાર માટે ખસેડવા પડ્યા

aminparmar

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સાપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડાટ

praxpatel