Gujarat Plus
Breaking News
સ્પોર્ટ્સ

કયા છે એ ૩ ખેલાડીઓ? જેમના કારણે અક્ષર પટેલ ને લાગે છે કે IPL 2026 ની ચેમ્પિયન બનશે SRH

કયા છે એ ૩ ખેલાડીઓ? જેમના કારણે અક્ષર પટેલને લાગે છે કે IPL 2026 ની ચેમ્પિયન બનશે SRH

આઈપીએલ (IPL 2026) ની ૧૯મી સીઝન હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અને લીગ સ્ટેજની તમામ મેચો પૂર્ણ થઈ ચૂકી છે. લીગ સ્ટેજની છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને ૪૦ રનથી હરાવ્યું હતું. આ જીત બાદ દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલ ખૂબ જ ઉત્સાહિત દેખાયા હતા. મેચ બાદ જ્યારે અક્ષર પટેલને પૂછવામાં આવ્યું કે પ્લેઓફમાં પહોંચેલી ચાર ટીમોમાંથી સૌથી મજબૂત ટીમ કઈ છે? ત્યારે તેમણે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) નું નામ લઈને બધાને ચોંકાવી દીધા હતા.

અક્ષર પટેલ એ  આપ્યો સચોટ જવાબ

મેચ પ્રેઝન્ટેશન દરમિયાન અક્ષર પટેલે જણાવ્યું કે, “જે ચાર ટીમોએ પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું છે, તેમાં SRH ની ટીમ સૌથી મજબૂત દેખાઈ રહી છે. સનરાઇઝર્સ હૈદરાબાદના ટોપ ઓર્ડરના ત્રણ બેટ્સમેનો જ્યારે લયમાં હોય છે અને રન બનાવે છે, ત્યારે આ ટીમ કોઈપણ વિરોધી ટીમ માટે અત્યંત ખતરનાક બની જાય છે.”

ખુબ જ વિસ્ફોટક છે SRH ની આ ‘ટોપ થ્રી’ ત્રિપુટી

અક્ષર પટેલે હૈદરાબાદના જે ત્રણ વિસ્ફોટક બેટ્સમેનો વિશે વાત કરી છે, તે આ મુજબ છે:

  • અભિષેક શર્મા

  • ટ્રેવિસ હેડ

  • ઈશાન કિશન

આ ત્રણેય બેટ્સમેનોની તોફાની બેટિંગથી આખી દુનિયા સારી રીતે વાકેફ છે. જ્યારે આ ત્રિપુટીનું બેટ ચાલે છે ત્યારે વિરોધી ટીમના બોલરો લાઈન-લેન્થ ભૂલી જાય છે.

ચાલુ સીઝનમાં પણ મચાવી રહ્યા છે ધૂમ

આઈપીએલ ૨૦૨૬ ની સીઝનમાં પણ હૈદરાબાદની આ ઓપનિંગ ત્રિપુટી જોરદાર પ્રદર્શન કરી રહી છે. લીગ સ્ટેજ પૂરો થવા સુધીમાં ઓરેન્જ કેપની રેસમાં પણ આ ખેલાડીઓનો દબદબો છે:

  • ઈશાન કિશન: ચાલુ સીઝનમાં ૫૬૯ રન સાથે ઓરેન્જ કેપની યાદીમાં ૬ઠ્ઠા સ્થાને છે.

  • અભિષેક શર્મા: ૫૬૩ રન સાથે આ લિસ્ટમાં ૭મા ક્રમે છે.

  • ટ્રેવિસ હેડ: ચાલુ સીઝનમાં અત્યાર સુધી ૩૯૩ રન બનાવી ચૂક્યા છે.

અક્ષર પટેલના મતે, આ ત્રણ ખેલાડીઓનું ફોર્મ જ સનરાઇઝર્સ હૈદરાબાદને આ વર્ષે આઈપીએલ ચેમ્પિયન બનાવી શકે છે.

સંબંધિત પોસ્ટ્સ

સુપ્રીમ કોર્ટે કહ્યું-નિવૃત્તિ પહેલા ધડાધડ ચુકાદા સંભળાવવા દુર્ભાગ્યપૂર્ણ: એવું લાગે છે કે જજ મેચની છેલ્લી ઓવરમાં છગ્ગા મારી રહ્યા છે

Gujarat Plus

PSL 2026: પાકિસ્તાની સ્ટાર ખેલાડી ફખર ઝમાન પર 2 મેચનો પ્રતિબંધ, PCBએ લીધું કડક એક્શન

praxpatel

IPL 2026 શેડ્યૂલ જાહેર: 28 માર્ચથી થશે પ્રારંભ, પ્રથમ મેચમાં ચેમ્પિયન RCB અને SRH વચ્ચે જંગ

praxpatel