યુએઈના રુવૈસ પોર્ટથી ‘પાઈન ગેસ’ નામનું LPG ટેન્કર ભારત આવવા રવાના થયું હતું. જે જહાજ એક અઠવાડિયામાં પહોંચવાનું હતું, તેને યુદ્ધના કારણે ત્રણ અઠવાડિયા લાગી ગયા. જહાજ પર સવાર 27 ક્રૂ મેમ્બર્સે પોતાની આંખે આકાશમાં ઉડતી મિસાઈલો અને ડ્રોન જોયા હતા. યુદ્ધના ભયાનક ડર વચ્ચે ભારતીય સેના તેમની ઢાલ બનીને ઊભી રહી.
હોર્મુઝ નહીં, પણ ‘લારક ટાપુ’નો સાંકડો રસ્તો પસંદ કર્યો
જહાજના ચીફ ઓફિસર સોહન લાલના જણાવ્યા મુજબ, હોર્મુઝ જળમાર્ગ અત્યંત જોખમી હતો:
-
મુખ્ય હોર્મુઝ માર્ગ સમુદ્રી સુરંગો (Sea Mines) થી ભરેલો હતો.
-
ભારતીય નૌસેનાએ જહાજને હોર્મુઝના બદલે ઈરાન જળસીમા પાસેના લારક ટાપુ ના સાંકડા રસ્તેથી પસાર થવાની સલાહ આપી.
-
ઈરાની સેનાની મંજૂરી બાદ, ભારતીય જહાજે આ વૈકલ્પિક અને સુરક્ષિત રસ્તો અપનાવ્યો.
ભારતીય નૌસેનાનું 20 કલાકનું અભેદ્ય કવચ
જ્યારે ભારતીય LPG જહાજ આ સાંકડા રસ્તેથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે ભારતીય નૌસેનાએ સુરક્ષાનું સુકાન સંભાળ્યું હતું:
-
ઓમાનની ખાડીથી અરબ સાગર સુધી: નૌસેનાએ સતત 20 કલાક સુધી જહાજનું મોનિટરિંગ કર્યું.
-
ગાઈડન્સ: ક્રૂ મેમ્બર્સને સતત સૂચનાઓ આપીને સુરક્ષિત રસ્તે આગળ વધવા ગાઈડ કર્યા.
-
સુરક્ષા: સેનાની હાજરીને કારણે દુશ્મન દેશો કે અન્ય જોખમોથી જહાજ સુરક્ષિત રહ્યું.
શા માટે આ મિશન મહત્વનું હતું?
ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર છે. હોર્મુઝ જળમાર્ગ બંધ થવાથી એલપીજી અને ઓઈલનો સપ્લાય ખોરવાઈ શકે તેમ હતો. માત્ર પસંદગીના દેશોને જ ઈરાને અહીંથી પસાર થવાની મંજૂરી આપી છે, જેમાં ભારત સામેલ છે. આ ઘટના ભારતના મજબૂત રાજદ્વારી સંબંધો અને સૈન્ય તાકાતનો પુરાવો છે.
