Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારતીય આકાશમાં બે જ કંપનીઓનું રાજ: ઈન્ડિગો અને એર ઈન્ડિયા પાસે 91% માર્કેટ શેર

ભારતના એવિએશન સેક્ટરમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. હવે દેશની 91% ફ્લાઈટ્સનું સંચાલન માત્ર બે જ મોટા ગ્રૂપ કરી રહ્યા છે. જાણો સંસદમાં રજૂ થયેલા ચોંકાવનારા આંકડા.  સરકારના જણાવ્યા મુજબ, દેશના આકાશમાં માત્ર બે એરલાઈન્સ ગ્રૂપ ઈન્ડિગો અને એર ઈન્ડિયા ગ્રૂપનું વર્ચસ્વ છે. આ બે કંપનીઓ ડોમેસ્ટિક માર્કેટની કુલ ફ્લાઈટમાંથી 91% ફ્લાઈટોનું સંચાલન કરે છે, જ્યારે બાકીનું 9 ટકા ફ્લાઈટોનું સંચાલન અન્ય કંપનીઓ પાસે છે.

માર્કેટમાં માત્ર બે કંપનીઓનો દબદબો

કેન્દ્ર સરકારે રાજ્યસભામાં એવિએશન સેક્ટરનો નવો ડેટા રજૂ કર્યો છે. આ આંકડા મુજબ, ભારતીય આકાશમાં હવે માત્ર ઈન્ડિગો (IndiGo) અને એર ઈન્ડિયા ગ્રૂપનું જ વર્ચસ્વ છે. આ બંને કંપનીઓ મળીને કુલ ડોમેસ્ટિક માર્કેટના 91% હિસ્સા પર કબજો ધરાવે છે. બાકીની અન્ય કંપનીઓ પાસે માત્ર 9% હિસ્સો જ બચ્યો છે.

કોણ છે નંબર-1 અને કોણ નંબર-2?

રાજ્યસભામાં નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે રજૂ કરેલા આંકડા નીચે મુજબ છે:

  • ઈન્ડિગો (IndiGo): 2025માં કુલ 64% ફ્લાઈટ્સનું સંચાલન કર્યું. જાન્યુઆરી-2026માં આ હિસ્સો 63.6% રહ્યો.

  • એર ઈન્ડિયા ગ્રૂપ: આ ગ્રૂપમાં એર ઈન્ડિયા, એર ઈન્ડિયા એક્સપ્રેસ અને વિસ્તારાનો સમાવેશ થાય છે. તેમણે 2025માં 27% અને જાન્યુઆરી-2026માં 26.5% ફ્લાઈટ્સ ઓપરેટ કરી.

ડિસેમ્બર 2025: મુસાફરો માટે કપરો સમય

સંસદમાં સરકારે સ્વીકાર્યું કે ડિસેમ્બર 2025માં મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

  • ઈન્ડિગોએ 5,689 ફ્લાઈટ્સ રદ કરી હતી.

  • માત્ર ત્રણ દિવસમાં 3.64 લાખથી વધુ મુસાફરો પરેશાન થયા હતા.

  • ફ્લાઈટ્સ રદ થવાનું મુખ્ય કારણ પાયલોટ શેડ્યૂલિંગમાં ખામી અને નવા નિયમોનું પાલન ન થવું હતું.

રૂ. 46 કરોડનું ચૂકવાયું વળતર

ફ્લાઈટો રદ થવાને કારણે થયેલા હોબાળા બાદ એરલાઈન્સે મુસાફરોને વળતર ચૂકવ્યું છે. સરકારના જણાવ્યા મુજબ:

  • ઈન્ડિગોએ અત્યાર સુધીમાં 46.20 કરોડ રૂપિયા (4620.5 લાખ) નું વળતર ચૂકવ્યું છે.

  • મંત્રાલયે ખાતરી આપી છે કે ડિસેમ્બર મહિનામાં કેન્સલ થયેલી ફ્લાઈટ્સનું રિફંડ ગ્રાહકોને મળી ગયું છે.

સંબંધિત પોસ્ટ્સ

IITવાળા બાબાએ કર્યા લગ્ન: કર્ણાટકની એન્જિનિયર યુવતી બની પત્ની, પિતાના આશીર્વાદ લેવા પહોંચ્યા ઝજ્જર

praxpatel

ચૈત્ર નવરાત્રી 2026: માં ચંદ્રઘંટાના આ શક્તિશાળી ઉપાયથી દુશ્મન પણ બનશે મિત્ર! જાણો વિધિ

praxpatel

વૃંદાવનમાં મોટી હોનારત: યમુના નદીમાં સ્ટીમર પલટી જતાં 10ના મોત, અનેક લાપતા

praxpatel