ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. આગામી 9 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે અલગ-અલગ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું છે. ભાવનગરના મહુવામાં માત્ર 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
5 જુલાઈ: આ 8 જિલ્લામાં ‘રેડ એલર્ટ’
આવતીકાલે એટલે કે 5 જુલાઈએ રાજ્યના અનેક ભાગોમાં મુશળધાર વરસાદ પડી શકે છે.
-
રેડ એલર્ટ: ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ.
-
ઓરેન્જ એલર્ટ: જૂનાગઢ, રાજકોટ, ભરૂચ, વડોદરા, નર્મદા અને છોટા ઉદેપુર.
-
યલો એલર્ટ: પોરબંદર, બોટાદ, આણંદ, પંચમહાલ અને દાહોદ.
6 જુલાઈની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આફત
6 જુલાઈએ પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદનું જોખમ છે.
-
રેડ એલર્ટ: સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ.
-
ઓરેન્જ એલર્ટ: ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને નર્મદા.
-
યલો એલર્ટ: જૂનાગઢ, રાજકોટ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ અને પંચમહાલ.
7થી 9 જુલાઈ દરમિયાન કેવું રહેશે હવામાન?
-
7 જુલાઈ: નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ રહેશે. સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ અપાશે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ અને નર્મદામાં યલો એલર્ટ રહેશે.
-
8 અને 9 જુલાઈ: નવસારી, ડાંગ, તાપી, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. આ દિવસો માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.
માછીમારોને દરિયો ન ખેડવા સખત સૂચના
હવામાન વિભાગે (IMD) 8 જુલાઈ 2026 સુધી ‘ફિશરમેન વોર્નિંગ’ જાહેર કરી છે. દરિયાકાંઠાના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે.
ઊંચા મોજાંની ચેતવણી: દરિયામાં 3.2 થી 3.5 મીટર ઊંચા મોજાં ઉછળી શકે છે. દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને કચ્છના દરિયામાં ભારે કરંટ જોવા મળશે.
તંત્ર દ્વારા તમામ બંદરો પર ‘લોકલ કોશનરી સિગ્નલ નંબર 3’ (LC-III) લગાવી દેવામાં આવ્યું છે. માછીમારોને આ સમયગાળા દરમિયાન દરિયામાં ન જવા સ્પષ્ટ સૂચના અપાઈ છે.



