Gujarat Plus
Breaking News
એન્ટરટેનમેન્ટ

પરંપરાગત રસમો તોડી લગ્નના બંધનમાં બંધાઈ ટેલર સ્વિફ્ટ, પતિ સંગ રોમેન્ટિક તસવીરો વાયરલ

પરંપરાગત રસમો તોડી લગ્નના બંધનમાં બંધાઈ ટેલર સ્વિફ્ટ, પતિ સંગ રોમેન્ટિક તસવીરો વાયરલ

હોલીવુડની સુપરસ્ટાર સિંગર ટેલર સ્વિફ્ટે લગ્ન કરી લીધા છે. તેણે પોતાના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ અને ફૂટબોલ પ્લેયર ટ્રેવિસ કેલ્સ સાથે સિક્રેટ વેડિંગ કર્યા છે. આ કપલે ન્યૂયોર્કના પ્રખ્યાત મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે અને ફેન્સ તેમને ખૂબ જ અભિનંદન આપી રહ્યા છે.

ખાસ ઈસાઈ પરંપરા તોડી લગ્ન કર્યા

ટેલર અને ટ્રેવિસે ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા, પરંતુ તેમણે વર્ષો જૂની એક પરંપરા તોડી નાખી હતી. આ લગ્ન સમારોહમાં તેમણે કોઈ ‘બ્રાઈડ્સમેડ્સ’ (Bridesmaids) કે ‘ગ્રૂમ્સમેન’ (Groomsmen) ન રાખવાનો નિર્ણય કર્યો હતો. સામાન્ય રીતે ઈસાઈ લગ્નોમાં નજીકના મિત્રોને આ ખાસ જવાબદારી સોંપવામાં આવે છે, પરંતુ ટેલરે કંઈક અલગ જ કર્યું.

ભાઈઓને સોંપી ખાસ જવાબદારી

‘પીપલ’ મેગેઝીન અનુસાર, શુક્રવારે ૩ જુલાઈના રોજ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં આ ખાનગી લગ્ન યોજાયા હતા. બ્રાઈડ્સમેડ્સના બદલે ટેલર સ્વિફ્ટના ભાઈ ઓસ્ટિન સ્વિફ્ટે ‘મેન ઓફ ઓનર’ ની ભૂમિકા ભજવી હતી. જ્યારે ટ્રેવિસ કેલ્સના ભાઈ જેસન કેલ્સે ‘બેસ્ટ મેન’ તરીકે ભાઈની જવાબદારી સંભાળી હતી.

આ હોલીવુડ સેલિબ્રિટી કપલના લગ્નની વિધિ પ્રખ્યાત એક્ટર આદમ સેન્ડલરે કરાવી હતી. લગ્ન સંપન્ન થતાં જ મેડિસન સ્ક્વેર ગાર્ડનની મોટી સ્ક્રીન પર “JusT&T Married” નો ખાસ મેસેજ ફ્લેશ કરવામાં આવ્યો હતો.

મોટા હોલીવુડ કલાકારોએ આપી હાજરી

ટેલર સ્વિફ્ટના લગ્નમાં હોલીવુડની અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. જેમાં ગીગી હદીદ, બ્રેડલી કુપર, ડકોટા જોહ્ન્સન, એડ શીરન, હ્યુ ગ્રાન્ટ અને જિમી ફેલન જેવા મોટા સેલિબ્રિટીઝ સામેલ હતા.

વર્ષ ૨૦૨૩ થી ડેટ કરી રહ્યા હતા

ટેલર સ્વિફ્ટ અને ટ્રેવિસ કેલ્સનો સંબંધ સપ્ટેમ્બર ૨૦૨૩ માં સાર્વજનિક થયો હતો. તે સમયે ટેલર ઘણીવાર ટ્રેવિસની મેચમાં તેનો ઉત્સાહ વધારવા સ્ટેડિયમમાં જોવા મળતી હતી. ડિસેમ્બર ૨૦૨૫ માં એક શો દરમિયાન ટેલરે ટ્રેવિસને પોતાની જિંદગીનો સાચો પ્રેમ ગણાવ્યો હતો. ત્યારબાદ ૨૬ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ બંનેએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને સગાઈની જાહેરાત કરી હતી.

સંબંધિત પોસ્ટ્સ

Video/ સંજય દત્તને પાકિસ્તાની ફેને આપી અદભૂત ભેટ: સોનાની પરત ચઢાવેલો iPhone 17 કર્યો ગિફ્ટ, ફોન પાછળની તસવીરે જીત્યા દિલ

praxpatel

બોક્સ ઓફિસ પર ‘ધુરંધર 2’ નો દબદબો: 5મા અઠવાડિયે પણ રેકોર્ડબ્રેક કમાણી, 1800 કરોડના આંકડા તરફ આગેકૂચ

praxpatel

જેસ્મીન સેન્ડલાસનો ખુલાસો: ‘દારૂની લત અને એકલતામાં જીવતી હતી, ભગવાન પાસે જીવની ભીખ માંગી’

praxpatel