Gujarat Plus
Breaking News
ક્રાઇમ

અફેરના ચક્કરમાં પત્નીનો કાંટો કાઢ્યો: પ્રસાદના બહાને આપ્યું ઝેર, હત્યાને અકસ્માત બતાવવાનો પ્રયાસ થયો નિષ્ફળ

અફેરના ચક્કરમાં પત્નીનો કાંટો કાઢ્યો: પ્રસાદના બહાને આપ્યું ઝેર, હત્યાને અકસ્માત બતાવવાનો પ્રયાસ થયો નિષ્ફળ

કર્ણાટકના બેલગાવી જિલ્લામાંથી એક હૃદય કંપાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં એક પતિએ અન્ય મહિલા માટે પોતાની જ પત્નીની નિર્મમ હત્યા કરી નાખી છે. પોલીસે આ મામલે કડક તપાસ કરીને આરોપી પતિ સંતોષની ધરપકડ કરી લીધી છે.

મંદિર લઈ જવાના બહાને ઘડ્યું કાવતરું

સંતોષ પટાયાતના લગ્ન નવ વર્ષ પહેલા સક્કુબાઈ સાથે થયા હતા. સંતોષે તેની પત્નીને કહ્યું કે અત્યારે અધિક માસ ચાલી રહ્યો છે, તેથી આપણે ચામુંડેશ્વરી મંદિર જઈએ. પત્ની તેની વાત માનીને મંદિર જવા તૈયાર થઈ ગઈ. સંતોષ પહેલા પત્નીને મંદિર લઈ ગયો હતો. ત્યાંથી પાછા ફરતી વખતે તેણે પત્નીને પ્રસાદ કહીને જ્યુસ પીવડાવ્યો હતો. આ જ્યુસમાં તેણે ઉંદર મારવાની દવા (ઝેર) ભેળવી દીધી હતી.

અકસ્માત બતાવવાનો કર્યો પ્રયાસ

જ્યુસ પીતાની સાથે જ સક્કુબાઈ બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ સંતોષ તેને રસ્તાની બાજુમાં લઈ ગયો અને તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી. કોઈને શંકા ન જાય તે માટે તેણે પોતે જ પોલીસને ફોન કર્યો હતો. તેણે પોલીસને વાર્તા કહી કે તેની પત્ની રોડ અકસ્માતનો ભોગ બની છે.

4 વર્ષથી ચાલતું હતું અફેર

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સંતોષનો ગામની જ એક વિધવા મહિલા સાથે છેલ્લા ચાર વર્ષથી પ્રેમ સંબંધ ચાલતો હતો. આ એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં તેની પત્ની નડતરરૂપ બનતી હતી. આથી પત્નીને રસ્તામાંથી હટાવવા માટે તેણે આ આખું કાવતરું ઘડ્યું હતું.

પોસ્ટમોર્ટમ રિપોર્ટથી ફૂટ્યો ભાંડો

સક્કુબાઈના મૃતદેહને જોઈને પોલીસને સંતોષની વાર્તા પર શંકા ગઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે આ અકસ્માત નહીં પણ હત્યા છે. રિપોર્ટ આવ્યા બાદ પોલીસે સંતોષની કડકાઈથી પૂછપરછ કરી હતી. આખરે સંતોષે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. હાલ પોલીસ આ કેસમાં તેની પ્રેમિકાની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે.

< /p>

સંબંધિત પોસ્ટ્સ

યુટ્યુબ પર વીડિયો જોઈ ઘરે જ છાપવા લાગ્યો નકલી નોટો, દેવામાં ડૂબેલા યુવકની પોલીસે કરી ધરપકડ

praxpatel

Punjab Crime News: કેનેડાથી આવેલા આશિકનો ખૂની ખેલ, પંજાબી સિંગર ઇન્દર કૌરની અપહરણ બાદ હત્યા

praxpatel

અમદાવાદ એરપોર્ટ પર મુસાફરના પેટમાંથી 3 સોનાની કેપ્સૂલ નીકળી

aminparmar