ભારતીય કુસ્તી જગતમાંથી એક ખૂબ જ મોટા અને આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. સ્ટાર મહિલા રેસલર વિનેશ ફોગાટ (Vinesh Phogat) આગામી એશિયન ગેમ્સ 2026 માં રમી શકશે નહીં. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં યોજાયેલા સિલેક્શન ટ્રાયલ્સના સેમિફાઇનલ મુકાબલામાં વિનેશ ફોગાટનો પરાજય થયો છે. આ હાર સાથે જ તેનું એશિયન ગેમ્સમાં રમવાનું સપનું તૂટી ગયું છે.
પ્રથમ રાઉન્ડમાં જીત બાદ સેમિફાઇનલમાં હાર
વિનેશ ફોગાટે મહિલાઓની 53 કિલોગ્રામ (53kg) વજન કેટેગરી માં ભાગ લીધો હતો.
-
પ્રથમ રાઉન્ડ: વિનેશે શાનદાર શરૂઆત કરી હતી અને હરિયાણાની જ્યોતિને 7-1 ના મોટા અંતરથી હરાવીને આગળ વધી હતી.
-
સેમિફાઇનલ: સેમિફાઇનલમાં તેનો સામનો મીનાક્ષી ગોયાત સામે થયો હતો. આ રોમાંચક મેચમાં મીનાક્ષીએ વિનેશને 6-4 થી હરાવીને મોટો ઉલટફેર કર્યો હતો.
ટ્રાયલ્સ પહેલા વજન કેટેગરીને લઈને થયો હતો ભારે વિવાદ
આજે સવારે ટ્રાયલ્સ શરૂ થતા પહેલા વિનેશ કઈ કેટેગરીમાં રમશે, તેને લઈને ઘણો હોબાળો થયો હતો. શરૂઆતમાં વિનેશને માત્ર 50 કિલોગ્રામ કેટેગરીમાં રમવાની મંજૂરી અપાઈ રહી હતી, જેનો વિનેશે સખત વિરોધ કર્યો હતો અને કુસ્તી મહાસંઘ પર પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો. જોકે, બાદમાં તેને 53 કિલોગ્રામ કેટેગરીમાં રમવાની પરવાનગી મળી ગઈ હતી.
સુપ્રીમ કોર્ટમાંથી મળી હતી રાહ, પરંતુ મેદાનમાં નસીબે ન આપ્યો સાથ
ત્રણ વખત ઓલિમ્પિક રમી ચૂકેલી વિનેશ ફોગાટને ટ્રાયલ્સમાં સામેલ થવા માટે કાનૂની લડાઈ લડવી પડી હતી. ભારતીય કુસ્તી મહાસંઘ (WFI) વિનેશને ટ્રાયલ્સમાં રમાડવા પક્ષમાં નહોતું. દિલ્હી હાઈકોર્ટે વિનેશને મંજૂરી આપી તો મહાસંઘ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો.
આખરે સુપ્રીમ કોર્ટે વિનેશના પક્ષમાં ચુકાદો આપ્યો, જેના કારણે જ તે આજે મેદાન પર ઉતરી શકી હતી. કોર્ટમાંથી મોટી રાહ મળ્યા બાદ ફેન્સને આશા હતી કે વિનેશ એશિયન ગેમ્સની ટિકિટ મેળવી લેશે, પરંતુ સેમિફાઇનલમાં મળેલી હારે તેને રેસમાંથી બહાર કરી દીધી છે.
ન
