Gujarat Plus
Breaking News
સ્પોર્ટ્સ

ટીમ ઈન્ડિયામાં મોટો ફેરબદલ નકકી: સૂર્યકુમાર યાદવ થશે આઉટ, 15 વર્ષના વિસ્ફોટક બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી!

ટીમ ઈન્ડિયામાં મોટો ફેરબદલ: સૂર્યકુમાર યાદવ આઉટ, 15 વર્ષના વિસ્ફોટક બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી!

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ના ફેન્સ માટે એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આગામી એશિયન ગેમ્સ 2026 (Asian Games 2026) માટે BCCI એ 30 સંભવિત ખેલાડીઓની યાદી ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) ને સોંપી દીધી છે. આ યાદીમાં સૌથી મોટું આશ્ચર્ય એ છે કે ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ઓપનર શુભમન ગિલનું નામ ગાયબ છે. જ્યારે IPL 2026 માં ધમાકો કરનાર 15 વર્ષના યુવા સનસનાટી વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) ને આ યાદીમાં સ્થાન મળ્યું છે.

આ વર્ષે એશિયન ગેમ્સનું આયોજન જાપાનના આઈચી-નાગોયામાં થવાનું છે. જેમાં ક્રિકેટ ઈવેન્ટની મેચો 24 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર વચ્ચે રમાશે.

સૂર્યકુમાર યાદવ અને ગિલ કેમ આઉટ?

સપ્ટેમ્બર મહિનાના અંતમાં જ્યારે એશિયન ગેમ્સ ચાલતી હશે, બરાબર એ જ સમયે ભારતે ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ સામે 3 વનડે અને 5 ટી20 મેચોની સિરીઝ રમવાની છે. આ શિડ્યુલ ક્લેશના કારણે BCCI બે અલગ-અલગ ટીમો તૈયાર કરી રહ્યું છે.

  • શુભમન ગિલ: વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સિરીઝમાં ગિલ ટીમનું નેતૃત્વ કરી શકે છે, તેથી તેને એશિયન ગેમ્સની યાદીમાં રાખવામાં આવ્યો નથી.

  • સૂર્યકુમાર યાદવ: અહેવાલો મુજબ, પસંદગીકારો હવે 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક્સ અને આગામી T20 વર્લ્ડ કપ માટે યુવા કોર ટીમ તૈયાર કરવા માંગે છે, જેના કારણે સૂર્યાને આ લોન્ગ લિસ્ટમાંથી બહાર રાખવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ઓરેન્જ કેપ વિનર વૈભવ સૂર્યવંશીની ચમકદાર એન્ટ્રી

માત્ર 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ IPL 2026 માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા તબાહી મચાવી દીધી હતી. તેણે આ સીઝનમાં 776 રન બનાવીને ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી. તેના આ શાનદાર પ્રદર્શનને કારણે જ પસંદગીકારોએ તેને સીધો એશિયન ગેમ્સના સંભવિત ખેલાડીઓમાં સામેલ કરી દીધો છે. જો વૈભવને પ્લેઈંગ ઈલેવનમાં તક મળશે, તો તે ભારત માટે ડેબ્યુ કરનાર સૌથી યુવા ખેલાડી બની જશે.

કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન?

સૂર્યા અને ગિલની ગેરહાજરીમાં એશિયન ગેમ્સ માટે કેપ્ટનશિપની રેસમાં 3 મોટા નામ સૌથી આગળ ચાલી રહ્યા છે:

  1. શ્રેયસ અય્યર

  2. સંજુ સેમસન

  3. તિલક વર્મા

BCCI દ્વારા જાહેર કરાયેલ 30 સંભવિત ખેલાડીઓની યાદી:

યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન, સંજુ સેમસન (વિકેટકીપર), શ્રેયસ અય્યર, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, તિલક વર્મા, જસપ્રિત બુમરાહ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, નીતિશ કુમાર રેડ્ડી, પ્રસિદ્ધ ક્રિષ્ના, વરુણ ચક્રવર્તી, અનુકૂલ રોય, આયુષ બદોની, હર્ષ દુબે, ધ્રુવ જુરેલ, ખલીલ અહેમદ, ઋતુરાજ ગાયકવાડ, રવિ બિશ્નોઈ, શાહબાઝ અહેમદ, શિવમ દુબે, વિપ્રાજ નિગમ, હર્ષિત રાણા, યશ ઠાકુર, વોશિંગ્ટન સુંદર.

સંબંધિત પોસ્ટ્સ

વર્લ્ડ કપ 2027ની તૈયારી: 12 વર્ષ બાદ આ દેશમાં વનડે સિરીઝ રમશે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા

praxpatel

સંજુ સેમસનનો મોટો ધડાકો: ધોની-રૈનાને પછાડી IPLમાં આ કારનામું કરનાર બન્યો સૌથી ઝડપી ભારતીય

praxpatel

સંજુ સેમસન કેમ નથી બનાવી રહ્યો રન? CSK કોચ સ્ટીફન ફ્લેમિંગે જણાવ્યું અસલી કારણ

praxpatel