Gujarat Plus
Breaking News
બિઝનેસ

મોંઘવારીનો વધુ એક ઝટકો: બ્રિટાનિયા વધારશે ગુડ-ડે બિસ્કિટના ભાવ, જાણો નવો રેટ લિસ્ટ

મોંઘવારીનો વધુ એક ઝટકો: બ્રિટાનિયા વધારશે ગુડ-ડે બિસ્કિટના ભાવ, જાણો નવો રેટ લિસ્ટ

મોંઘવારીના જમાનામાં સામાન્ય માણસના ખિસ્સા પર વધુ એક બોજ પડવા જઈ રહ્યો છે. FMCG સેક્ટરની અગ્રણી કંપની બ્રિટાનિયા (Britannia) એ તેના સૌથી લોકપ્રિય બ્રાન્ડ ‘ગુડ-ડે’ (Good Day) બિસ્કિટના ભાવમાં ૮ થી ૯ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. ડિસ્ટ્રીબ્યુટર સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે ગુડ-ડે બિસ્કિટના ફેમિલી પેક માટે ગ્રાહકોએ વધુ રૂપિયા ચૂકવવા પડશે.

કયો પેક કેટલો મોંઘો થયો? (New Rate List)

કંપની ગુડ-ડે બિસ્કિટના મોટા અને ફેમિલી પેકની કિંમતોમાં અંદાજે ૧૦ રૂપિયા સુધીનો વધારો કરવા જઈ રહી છે:

  • પિસ્તા બદામ બિસ્કિટ (૫૨૬ ગ્રામ): હવે રૂ. ૧૩૦ ના બદલે રૂ. ૧૪૦ માં મળશે.

  • બટર ફેમિલી પેક: હવે રૂ. ૧૨૦ માં મળશે.

  • કાજુ (Cashew) ફેમિલી પેક: હવે રૂ. ૧૩૦ માં મળશે.

૫ અને ૧૦ રૂપિયાવાળા પેકેટ પર શું અસર થશે?

રૂ. ૫ અને રૂ. ૧૦ વાળા નાના પેકેટની કિંમતોમાં સીધો વધારો કરવામાં નહીં આવે. તેની જગ્યાએ કંપની બિસ્કિટનું વજન (Grammage) ઓછું કરી શકે છે. એટલે કે ગ્રાહકોને તે જ કિંમતમાં હવે ઓછું બિસ્કિટ મળશે. કિંમતોમાં વધારાની સૌથી મોટી અસર પ્રીમિયમ અને મોટા ફેમિલી પેક પર જ જોવા મળશે.

બ્રિટાનિયા કેમ વધારી રહી છે ભાવ?

કંપનીના જણાવ્યા અનુસાર, કાચા માલ (કોમોડિટી) અને પેકેજિંગના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વધતા ખર્ચને પહોંચી વળવા માટે કંપનીએ કિંમતો વધારવાનો નિર્ણય લીધો છે. કંપની તેની કુલ કમાણીના ૭૦ થી ૭૫% ભાગ બિસ્કિટ વેચીને મેળવે છે. આમાં પણ એકલા ‘ગુડ-ડે’ બ્રાન્ડનું યોગદાન અંદાજે રૂ. ૩,૫૦૦ કરોડનું છે.

સંબંધિત પોસ્ટ્સ

શેરબજારમાં રોકાણ કરવું સારું કે પછી EPFOમાં? આ 6 બાબતો તમારી મૂંઝવણ દૂર કરી દેશે

praxpatel

વસીયત વગર મૃત્યુ થાય તો મિલકત કોને મળે? જાણો પત્ની, પુત્ર અને પુત્રી વચ્ચે કેવી રીતે થાય છે વહેંચણી

praxpatel

RBI ની મોટી જાહેરાત: વ્યાજ દરોમાં કોઈ વધારો નહીં, રેપો રેટ 5.25% પર યથાવત

praxpatel