NEET UG 2026; શિક્ષણ, મહિલા, બાળ અને યુથ એન્ડ સ્પોર્ટ્સ સંસદીય કમિટી સમક્ષ આજે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ના અધ્યક્ષ અને ડાયરેક્ટર જનરલ (DG) હાજર થયા હતા. આ બેઠકમાં નીટ (NEET-UG 2026) પરીક્ષાના પેપર લીક મામલે કમિટી દ્વારા આકરા સવાલ-જવાબ કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, NTA અધ્યક્ષે સંસદીય સમિતિ સમક્ષ નીટ પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.
NTA અધ્યક્ષે શું આપી દલીલ? NEET UG
બેઠકમાં વિપક્ષી સભ્યોએ પેપર લીક અંગે વારંવાર તીખા સવાલો પૂછ્યા હતા. તેના જવાબમાં NTA તરફથી કહેવામાં આવ્યું કે આ સમગ્ર મામલાની તપાસ અત્યારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) કરી રહી છે. જ્યાં સુધી CBI પોતાની તપાસ પૂરી કરીને સત્તાવાર રીતે આને પેપર લીક જાહેર નહીં કરે, ત્યાં સુધી NTA આ પરીક્ષાને લીક થયેલી માનશે નહીં.
બેઠકમાં શું થયું?
-
દિગ્વિજય સિંહે કર્યા સવાલ: સંસદીય કમિટીના અધ્યક્ષ દિગ્વિજય સિંહે NTA ને અગાઉના પેપર લીક અને ગેરરીતિઓ અંગે પણ ઘણા સવાલો કર્યા હતા.
-
રાજકીય પક્ષોનો વલણ: બેઠક દરમિયાન વિપક્ષી સાંસદો NTA ને ઘેરતા જોવા મળ્યા હતા. બીજી તરફ સત્તાધારી પક્ષના સાંસદો NTA ની દલીલોનું સમર્થન કરતા નજરે પડ્યા હતા.
અત્યારે આ મામલે સીબીઆઈ તપાસ ચાલુ છે અને આગામી સમયમાં વધુ અપડેટ્સ સામે આવી શકે છે.
