Gujarat Plus
Breaking News
સ્પોર્ટ્સ

India Squad vs AFG: અફઘાનિસ્તાન સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, રોહિત-કોહલીની એન્ટ્રી અને બુમરાહને આરામ

અફઘાનિસ્તાન

સ્પોર્ટ્સ ડેસ્ક: અફઘાનિસ્તાન સામે રમાનારી આગામી એકમાત્ર ટેસ્ટ અને ત્રણ વનડે મેચની સિરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની (Team India) જાહેરાત કરી દેવામાં આવી છે. આ સિરીઝમાં સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ આરામ આપવામાં આવ્યો છે. બીજી તરફ, ટેસ્ટ ફોર્મેટમાં મોટો ફેરફાર કરતા ઋષભ પંતની જગ્યાએ કે.એલ. રાહુલને વાઇસ કેપ્ટન (ઉપકપ્તાન) બનાવવામાં આવ્યો છે.

શુભમન ગિલ સંભાળશે ટીમની કમાન, રોહિત-હાર્દિક ફિટનેસ પર નિર્ભર

બંને સિરીઝ માટે શુભમન ગિલને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વનડે ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસી થઈ છે. જોકે, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાની પસંદગી તેમની ફિટનેસના આધારે (Subject to fitness) કરવામાં આવી છે.

અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ માટેની ભારતીય ટીમ

ટેસ્ટ ટીમમાં યુવા ખેલાડીઓ પર પસંદગી ઉતારવામાં આવી છે. ટીમ નીચે મુજબ છે:

  • શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કે.એલ. રાહુલ (ઉપકપ્તાન), સાઈ સુદર્શન, ઋષભ પંત, દેવદત્ત પડિક્કલ (DDP), વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, માનવ સુથાર, પ્રસિદ્ધ ક્રિષ્ણા, ગુરનૂર બ્રાર અને હર્ષ દુબે.

 અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝ માટેની ભારતીય ટીમ

વનડે ટીમમાં સિનિયર અને યુવા ખેલાડીઓનું મિશ્રણ જોવા મળી રહ્યું છે. ટીમ નીચે મુજબ છે:

  • શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા*, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કે.એલ. રાહુલ, અર્શદીપ સિંહ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા*, નીતીશ કુમાર રેડ્ડી (NKR), વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, પિયુષ યાદવ, ગુરનૂર બ્રાર અને હર્ષ દુબે.

    (નોંધ: રોહિત અને હાર્દિક ફિટનેસ સબજેક્ટ રહેશે)

    <

    /li>

સંબંધિત પોસ્ટ્સ

IPL 2026: દિલ્હી કેપિટલ્સની શરમજનક હાર! 48 કલાકમાં ટીમનો ફિયાસ્કો, કેપ્ટન અક્ષર પટેલ સ્તબ્ધ

praxpatel

ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬: સેમિફાઇનલનું શેડ્યૂલ જાહેર, ફ્રાન્સ સામે સ્પેન અને આર્જેન્ટિના સામે ઇંગ્લેન્ડની ટક્કર

praxpatel

ક્રિકેટ જગતમાં એક યુગનો અંત: ન્યુઝીલેન્ડની દિગ્ગજ સૂઝી બેટ્સ લેશે નિવૃત્તિ, ટી20 વર્લ્ડ કપ હશે છેલ્લો ટૂર્નામેન્ટ

praxpatel